નેશનલ

…તો આ મહિનાના અંતમાં ઈન્ડિયન રેલવે લોન્ચ કરી શકે છે Super App

ભારતીય રેલવે હવે “આઈઆરસીટીસી સુપર એપ” નામની એક નવી એપ્લિકેશન લાવવાની યોજના બનાવી રહી છે, જેથી વપરાશકર્તાઓને ટિકિટ બુકિંગ, કાર્ગો બુકિંગ અને ફૂડ ઓર્ડર વગેરે જેવી રેલવે સેવાઓ ઍક્સેસ કરવામાં સરળતા રહેશે, એવો દાવો કરવામાં આવ્યો છે.

સેન્ટર ફોર રેલવે ઇન્ફોર્મેશન સિસ્ટમ્સ (ક્રિસ) દ્વારા આઈઆરસીટીસી સાથે ભાગીદારીમાં વિકસાવવામાં આવી રહેલી એપ અલગ-અલગ એપ્લિકેશન દ્વારા સંચાલિત અનેક વર્તમાન સેવાઓને એક જ પ્લેટફોર્મ પર લાવવામાં આવશે.

આ એપ કાર્યરત થયા બાદ વિવિધ કામકાજ માટે અલગ અલગ એપની માથાકૂટ ટળી જશે, જેના માટે પ્રવાસીઓ અત્યારે આઈઆરસીટીસી રેલ કનેક્ટ, યૂટીએસ અને રેલ મદદ જેવી એપ્સનો ઉપયોગ કરે છે. આમ, આ એપ એક જ ઠેકાણે બધી સુવિધાઓ પુરી પાડશે. આ એપની ડિસેમ્બર મહિનામાં કાર્યરત થવાની અપેક્ષા રખાઈ રહી છે, કેમકે અત્યારે તે ચકાસણી હેઠળ છે.

અત્યારે રેલવે સર્વર પર ઉપલબ્ધ માહિતી ખાનગી એપ દ્વારા મોટા પ્રમાણમાં વાપરવામાં આવે છે. તેને કારણે પીએનઆર નંબર ચેકિંગ, ટિકિટ રિઝર્વેશન અને ગાડીઓનું ટાઈમટેબલ જેવી સુવિધાઓ ખાનગી એપ ઉપર પણ ઉપલબ્ધ છે.

સ્વાભાવિકપણે તેના ઉપયોગ દ્વારા ખાનગી એપ માલિકો કરોડોની કમાણી કરે છે. સુપર એપની શરૂઆત પછી ખાનગી એપ માલિકોને માહિતી આદાનપ્રદાન રોકવાનું વિચારાધીન છે. રેલવે અધિકારીઓના જણાવ્યા અનુસાર એકવાર આ એપ સંપૂર્ણ રીતે કાર્યાન્વિત થઇ જાય ત્યાર બાદ આ અંગે નિર્ણય લેવામાં આવશે.

આ એપમાં શું સુવિધાઓ મળશે?

આરક્ષિત અને અનરિઝર્વ્ડ ટિકિટ બુક કરવી

પ્લેટફોર્મ ટિકિટ


ફૂડ ઓર્ડર અને ડિલિવરી


રીયલ ટાઈમમાં ટ્રેનને ટ્રેક કરવા, કેટરિંગ


ફીડબેક સેવાઓનો ઉપયોગ વગેરે


ખાનગી એપને ડેટા આપવાનું બંધ થશે?

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button