ટોપ ન્યૂઝભાવનગર

સાવજ સુરક્ષાઃ ભાવનગરમાં ટ્રેન લોકો પાયલટની સતર્કતાને કારણે 8 સિંહના જીવ બચ્યાં

ભાવનગર: ગુજરાતમાં સિંહની(Asiatic Lion)વસ્તીમાં વધારો થઈ રહ્યો છે. તેવા સમયે સિંહ લટાર મારતા રેલવે ટ્રેક પર આવવાની ઘટનાઓ અનેક વાર બનતી હોય છે. જેમાં મળતી માહિતી મુજબ ભાવનગર જિલ્લામાં છેલ્લા બે દિવસથી 8 સિંહો લટાર મારતા રેલવે ટ્રેક પર આવી ગયા હતા . જો કે, માલસામાન ટ્રેન અને પેસેન્જર ટ્રેનના ડ્રાઈવરે(લોકો પાયલટ) સમયસુચકતા વાપરીને સમયસર બ્રેક લગાવી હતી. જેના કારણે સિંહોનો જીવ બચી ગયા હતા.

104 સિંહોના જીવ બચાવવામાં આવ્યા

ભાવનગરના સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર માશુક અહેમદે જણાવ્યું હતું કે વેસ્ટર્ન રેલવેના ભાવનગર ડિવિઝનના લોકો પાયલોટની તકેદારી અને વન વિભાગના ટ્રેકર્સની મદદથી અત્યાર સુધીમાં 104 સિંહોના જીવ બચાવવામાં આવ્યા છે.

રાજુલા શહેર નજીક પાંચ સિંહોને ટ્રેક ઓળંગતા જોયા હતા

મળતી માહિતી મુજબ, ગુરુવારે હાપાથી પીપાવાવ બંદર તરફ જતી માલસામાન ટ્રેન ચલાવી રહેલા લોકો પાયલોટ ધવલભાઈ પી.એ રાજુલા શહેર નજીક પાંચ સિંહોને ટ્રેક ઓળંગતા જોયા હતા. જેની બાદ લોકો પાયલોટે ટ્રેનને રોકવા અને સિંહોને સલામત માર્ગ આપવા માટે ઈમરજન્સી બ્રેક લગાવી હતી.

ઈમરજન્સી બ્રેક લગાવીને ટ્રેનને રોકી હતી

જે બાદ ફોરેસ્ટ ગાર્ડ ઘટનાસ્થળે પહોંચીને તમામ સ્થિતિ સામાન્ય જણાતા ટ્રેનને આગળ લઈ જવામાં આવી હતી. એવી જ રીતે, શુક્રવારે પેસેન્જર ટ્રેન ચલાવી રહેલા લોકો પાયલટ સુનિલ પંડિતે ચલાલા-ધારી સેક્શનમાં બે બચ્ચા સાથે સિંહણને ટ્રેક ક્રોસ કરતી જોઈ અને ઈમરજન્સી બ્રેક લગાવીને ટ્રેનને રોકી હતી. જેના લીધે સિંહ પરિવારના જીવ બચ્યા હતા.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button