ઇન્ટરનેશનલ

ફ્રાન્સના માયોટમાં ‘ચિડો’ ચક્રવાતે વિનાશ વેર્યોઃ 11 લોકોના મોત

કેપ ટાઉનઃ હિંદ મહાસાગરમાં ફ્રાન્સિસ ક્ષેત્ર માયોટમાં ચક્રવાત ‘ચિડો’ના કારણે ઓછામાં ઓછા 11 લોકોના મોત થયા છે. ફ્રાન્સના ગૃહ મંત્રાલયે આજે આ માહિતી આપી હતી. મંત્રાલયે જણાવ્યું હતું કે ઇજાગ્રસ્તોની ચોક્કસ સંખ્યા હજુ જાણી શકાઈ નથી પરંતુ મૃત્યુઆંક વધવાની આશંકા છે. મેયોટની એક હોસ્પિટલે જણાવ્યું હતું કે ત્યાં દાખલ નવ લોકોની હાલત ગંભીર છે અને 246 અન્ય ઘાયલ છે.

ઉષ્ણકટિબંધીય ચક્રવાત દક્ષિણ-પૂર્વ હિંદ મહાસાગરમાંથી પસાર થયું હતું જેની અસર કોમોરોસ અને મેડાગાસ્કરને પર પણ થઇ હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે માયોટ ચક્રવાતના રસ્તા પર પડ્યું હતુ જેના કારણે તેને ભારે નુકસાનનો સામનો કરવો પડ્યો હતો. માયોટના પ્રીફેક્ટ (ટોચના અધિકારી)એ જણાવ્યું હતું કે 90 વર્ષમાં માયોટ પર ત્રાટકેલું આ સૌથી ખરાબ ચક્રવાત હતું.

‘ચિડો’ હવે મોઝામ્બિકમાં પહોંચી ગયું છે, જ્યાં ઇમરજન્સી વિભાગના અધિકારીઓને ડર છે કે તોફાનની બે ઉત્તરી પ્રાંતોમાં 2.5 મિલિયન લોકોને અસર થઈ શકે છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button