ઇન્ટરનેશનલનેશનલ

Bangaladesh માં શેખ હસીના પર લાગ્યો લોકોને જબરજસ્તી ગાયબ કરવાનો આરોપ, જાણો સમગ્ર મામલો…

ઢાકા: બાંગ્લાદેશની(Bangaladesh) વચગાળાની સરકાર દ્વારા રચવામાં આવેલા તપાસ પંચે જણાવ્યું છે કે કથિત રીતે લોકોને ગાયબ કરવાના બનાવોમાં પદભ્રષ્ટ વડાપ્રધાન શેખ હસીના અને તેમના શાસનના ઉચ્ચ સૈન્ય અને પોલીસ અધિકારીઓની સંડોવણીના પુરાવા મળ્યા છે. પાંચ સભ્યોના આ પંચે શનિવારે મુખ્ય સલાહકાર મોહમ્મદ યુનુસને ‘સત્યનો ખુલાસો’ શીર્ષકથી પોતાનો વચગાળાનો અહેવાલ સુપરત કર્યો હતો. ત્યારબાદ આ નિવેદન જાહેર કરવામાં આવ્યું. જેમાં ગુમ થયેલી વ્યક્તિઓની ઘટનાઓની તપાસ કરવા માટે રચાયેલ કમિશને અંદાજ લગાવ્યો છે કે આવા કેસોની સંખ્યા 3,500થી વધુ છે.

આ પણ વાંચો : ‘મોહમ્મદ યુનુસ નરસંહાર કરી રહ્યા છે’ શેખ હસીનાએ હિંદુઓ પર હુમલા અંગે ચિંતા વ્યક્ત કરી

શેખ હસીનાની સૂચના પર લોકોને ગાયબ કરવામાં આવ્યા

મુખ્ય સલાહકારના કાર્યાલયની પ્રેસ વિંગે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, કમિશનને પુરાવા મળ્યા છે કે ભૂતપૂર્વ વડા પ્રધાન શેખ હસીનાની સૂચના પર લોકોને ગાયબ કરવામાં આવ્યા હતા, જેમાં તારિક અહેમદ સિદ્દીકી, નેશનલ ટેલિકોમ સર્વેલન્સ સેન્ટરના ભૂતપૂર્વ ડિરેક્ટર જનરલ અને બરતરફ મેજર જનરલ ઝિયાઉલ અહસાન, વરિષ્ઠ પોલીસ અધિકારીઓ મોનિરુલ ઇસ્લામ અને મોહમ્મદ હારુન-ઓર-રશીદ અને અન્ય કેટલાક વરિષ્ઠ અધિકારીઓ પણ આ ઘટનાઓમાં સામેલ હતા. આ તમામ પૂર્વ સેના અને પોલીસ અધિકારીઓ ફરાર છે. વિદ્યાર્થીઓની આગેવાની હેઠળના બળવાએ 5 ઓગસ્ટે હસીનાની અવામી લીગ સરકારને સત્તા પરથી હટાવ્યા બાદ તેઓ દેશ છોડીને ભાગી ગયા છે.

આ પણ વાંચો : વાંચો .. Bangladesh માં શેખ હસીના સરકારને ઉથલાવવાની ઇનસાઇડ સ્ટોરી

પોલીસની ‘રેપિડ એક્શન બટાલિયને આ કામ કર્યું

પંચના નિવેદન અનુસાર, કમિશનના અધ્યક્ષ અને સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ મૈનુલ ઈસ્લામ ચૌધરીએ યુનુસને કહ્યું કે તેમને તપાસ દરમિયાન મહત્વપૂર્ણ બાબતોની જાણ થઈ હતી. ચૌધરીએ જણાવ્યું હતું કે, જે લોકો ગાયબ થઈ ગયા હતા અથવા તેમની હત્યા કરી હતી તેઓ પણ પીડિતો વિશે જાણતા ન હતા. આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે પોલીસની ‘રેપિડ એક્શન બટાલિયન’ (RAB) અને અન્ય કાયદા અમલીકરણ એજન્સીઓએ એકબીજા સાથે નજીકથી કામ કર્યું હતું. જેમાં બળજબરીથી લઈ જવા, ત્રાસ અને લોકોની અટકાયતની ઘટનાઓ અંજામ આપ્યો હતો.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button