અસલી-નકલીની લડાઈઃ ભરુચમાં અસલી કિન્નરોએ ‘નકલી’ને ભણાવ્યો પાઠ, વીડિયો વાઈરલ…
Bharuch News: રાજ્યમાં છેલ્લા થોડા સમયથી નકલી કિન્નરોનો (fake eunuch) ત્રાસ વધ્યો છે. ટોલનાકા (toll plaza), રેલવે (railway) સહિત અનેક જગ્યાએ નકલી કિન્નરો ઉઘરાણા કરી રહ્યા હોવાના કિસ્સા સામે આવ્યા છે. આ દરમિયાન આજે ભરૂચમાં અસલી કિન્નરોએ નકલી કિન્નરને ઝડપીને ફટકાર્યો હતો.
આ પણ વાંચો : સુરતમાં યુવકની ચાર આંગળી કપાઈ જવા મુદ્દે થયો મોટો ખુલાસો, જાણીને ચોંકી જશો…
ભરૂચના પૂર્વ પટ્ટી વિસ્તારમાં એક શખ્સ કિન્નરનો વેશ ધારણ છેતરપિંડી કરતો હતો. છેલ્લા ઘણાં દિવસથી મેસેજ વહેતા થયા હતા કે, એક વ્યક્તિ નકલી કિન્નર બનીને લોકોને લૂંટે છે. આ દરમિયાન એક નકલી કિન્નર સોસાયટીમાં ઘૂસી જતા સ્થાનિક લોકોએ અસલી કિન્નરોને જાણ કરી હતી. અસલી કિન્નરો આવીને તપાસ કરતાં નકલી કિન્નર હોવાનું સામે આવ્યું હતું. જે બાદ તેને મેથીપાક ચખાડ્યો હતો.
અસલી કિન્નરોએ પોલીસ અરજી કરી હતી
ભરૂચની સોસાયટીઓમાં ઘણા સમયથી નકલી કિન્નર બની લોકોના મકાનોમાં ઘૂસી તેમનું વશીકરણ કરીને તેમની પાસેથી રૂપિયા પડાવી લેતા હોવાનું બૂમો ઉઠી હતી. આ મામલે ભરૂચ શહેરમાં રહેતાં અસલી કિન્નર સમાજના લોકોને જાણ થતાં જ તેઓએ ભરૂચ સી ડિવિઝન પોલીસ મથકમાં અરજી આપીને જાણ કરી હતી. આજે સવારે તવરા માર્ગ પર આવેલી શુભમ વેલી સોસાયટીમાં નકલી કિન્નરનો વેશ ધારણ કરીને એક વ્યક્તિએ પ્રવેશ કર્યો હતો.
આ પણ વાંચો : મોરબીમાં ભાજપમાં ઉકળતો ચરૂ, ધારાસભ્ય અમૃતિયા અને અજય લોરિયા આમને સામને
જેથી આજ સોસાયટીમાં રહેતા અંકુર ધોરાવાલાએ તેને રોકી પૂછતાજ કરીને ક્યાં જવું છે? તેમ પૂછ્યું હતું. જેથી નકલી કિન્નરે આ સોસાયટીમાં કોઈના ઘરે બાળકનો જન્મ થયો હોય તેમનાં ત્યાં જવું છે. જેથી અંકુરે અહીંયા એવું કોઈ નથી, તમે અહીંયાંથી જતાં રહો તેમ કહેતા જ તે અચાનક ભાગવા લાગ્યો હતો. જેથી અંકુરે ચોર ચોર કરીને બૂમાબૂમ કરતા તેને આસપાસના લોકોએ પકડી પાડ્યો હતો અને અસલી કિન્નરને જાણ કરી હતી. અસલી કિન્નર આવી પહોંચતા તેમણે તથા સોસાયટીના રહીશોએ તેને ફટકાર્યો હતો. ગંભીર રીતે ઘાયલ થયેલા નકલી કિન્નરને સારવાર અર્થે ખસેડાયો હતો.