નેશનલ

નવી દિલ્હી વિધાનસભા બેઠક પર ખેલાશે ત્રિપાંખીયો જંગ, Arvind Kejriwal વિરુદ્ધ આ બે નેતા મેદાનમાં

નવી દિલ્હી : દિલ્હીમાં ફેબ્રુઆરી મહિનામાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. આ માટે આમ આદમી પાર્ટી, કોંગ્રેસ અને ભાજપે તૈયારીઓ શરૂ કરી દીધી છે. આપે તમામ સીટો પર પોતાના ઉમેદવારો ઉભા રાખ્યા છે. આપે રવિવારે તેની ચોથી અને અંતિમ યાદી જાહેર કરી હતી. જેમાં 38 ઉમેદવારોના નામ છે. આપ પાર્ટીના વડા અરવિંદ કેજરીવાલ(Arvind Kejriwal)નવી દિલ્હી વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડશે. કોંગ્રેસે આ સીટ પરથી સંદીપ દીક્ષિતને મેદાનમાં ઉતાર્યા છે. જ્યારે ભાજપે હજુ સુધી પોતાનો ઉમેદવાર નક્કી કર્યો નથી. જો કે ભાજપ નેતા પ્રવેશ વર્માએ આ સીટ પરથી પોતાની ઉમેદવારીનો સંકેત આપ્યો છે.

કોંગ્રેસે સંદીપ દીક્ષિતને મેદાનમાં ઉતારવાનું નક્કી કર્યું

પ્રવેશ વર્માએ કહ્યું કે કોંગ્રેસે નવી દિલ્હી સીટ પરથી સંદીપ દીક્ષિતને મેદાનમાં ઉતારવાનું નક્કી કર્યું છે, ભાજપે મને નવી દિલ્હી બેઠક પરથી તૈયારીઓ શરૂ કરવા કહ્યું છે. અમારી યાદી હજુ બહાર પાડવાની બાકી છે. તેમણે કહ્યું કે તેઓ નવી દિલ્હીથી અરવિંદ કેજરીવાલ સામે ચૂંટણી લડશે.

ખાસ લોકો છે અને શીશમહેલમાં રહે છે

પ્રવેશ વર્માએ એક ટીવી ચેનલ સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે પાર્ટીએ તેમને ચૂંટણી લડવા માટે કહ્યું છે. કેજરીવાલ પર પ્રહાર કરતા પ્રવેશ વર્માએ કહ્યું કે જે લોકો પોતાને સામાન્ય લોકો કહે છે તેઓ સામાન્ય નથી પરંતુ ખાસ લોકો છે અને શીશમહેલમાં રહે છે. તેમણે નવી દિલ્હી વિધાનસભામાં જનતા માટે કંઈ કર્યું નથી.

આ પણ વાંચો :Delhi Assembly election: કોંગ્રેસ સાથે ગઠબંધન અંગે અરવિંદ કેજરીવાલનો જવાબ

પ્રવેશ વર્માએ કહ્યું કે તેઓ અરવિંદ કેજરીવાલ સામે ચૂંટણી લડશે

જો સંદીપ દીક્ષિતની વાત કરીએ તો તેઓ લાંબા સમયથી અરવિંદ કેજરીવાલ પર રાજકીય પ્રહારો કરી રહ્યા છે. તેથી આ હાઈપ્રોફાઈલ ઈલેકશનમાં તેઓ ફરી એક વાર કેજરીવાલનો સામનો કરશે. ભલે ભાજપે હજુ સુધી પોતાના ઉમેદવારની ઔપચારિક જાહેરાત કરી નથી, પરંતુ પશ્ચિમ દિલ્હીના પૂર્વ સાંસદ પ્રવેશ સાહેબ સિંહ વર્માએ કહ્યું કે તેઓ અરવિંદ કેજરીવાલ સામે ચૂંટણી લડશે. આ વખતે નવી દિલ્હી સીટ પર બે પૂર્વ મુખ્યમંત્રીમાં પુત્રો અને અરવિંદ કેજરીવાલ વચ્ચે થશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button