ટોપ ન્યૂઝનેશનલ

Election: આમ આદમી પાર્ટીએ ફાઈનલ યાદી જાહેર કરી, કોને મળી ટિકિટ?

અરવિંદ કેજરીવાલ ફરી મેદાનમાં, આતિશી કાલકાજી બેઠક પરથી લડશે ચૂંટણી

નવી દિલ્હી: દિલ્હીમાં વિધાનસભાની ચૂંટણીની હવે ટૂંક વધુ સમયમાં તારીખો જાહેર થઈ શકે છે. ત્યારે આમ આદમી પાર્ટી (આપ)એ ઉમેદવારોની આજે ​​તેની ચોથી અને અંતિમ યાદી જાહેર કરી છે, જેમાં 38 ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે. મુખ્ય પ્રધાન આતિશી કાલકાજી વિધાનસભા બેઠક પરથી જ ચૂંટણી લડશે. AAPના વડા અરવિંદ કેજરીવાલ નવી દિલ્હી વિધાનસભા બેઠક પરથી જ ચૂંટણીના મેદાનમાં ઉતર્યા છે. એની સાથે બે મહત્ત્વના ફેરફાર પણ કર્યા છે, જેમાં કસ્તુરબાનગરની બેઠક પરથી ભાજપમાંથી આમ આદમી પાર્ટીમાં આવેલા રમેશ પહેલવાનને ટિકિટ મળી છે, જ્યારે પાંચ મુસ્લિમ સમુદાયના ઉમેદવારને મેદાનમાં ઉતાર્યા છે. આ ઉપરાંત, 10 મહિલા ઉમેદવાર સાથે પંદર ટકા મહિલાઓને સ્થાન આપ્યું છે. છેલ્લી યાદી સાથે આમ આદમી પાર્ટીએ કુલ 70 ઉમેદવાર જાહેર કર્યાં છે.

કોને ક્યાંથી મળશે ટિકિટ?

ગ્રેટર કૈલાશથી મંત્રી સૌરભ ભારદ્વાજને, બાબરપુરથી મંત્રી ગોપાલ રાયને, રાજીન્દર નગરથી દુર્ગેશ પાઠકને, શકુર બસ્તીથી સત્યેન્દ્ર કુમાર જૈનને, કસ્તુરબા નાગાથી રમેશ પહેલવાનને, સદર બજારથી સોમ દત્તને, બલ્લીમારનથી ઈમરાન હુસૈનને, નાંગલોથી રઘુવિંદર શૌકીનને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે.

પાર્ટીએ તિલક નગરથી જર્નૈલ સિંહને ટિકિટ આપી છે. સોમનાથ ભારતીને માલવિયા નગરથી અને અમાનતુલ્લા ખાનને ઓખલાથી ટિકિટ મળી છે. ધનવતી ચંદેલાને રાજૌરી ગાર્ડનથી, વિશેષ રવિને કરોલ બાગથી, પ્રમિલા ટોકસને આરકે પુરમથી અને નરેશ યાદવને મેહરોલીથી ટિકિટ મળી છે.

ત્રણ ધારાભ્યોનું પત્તું કપાયું

આમ આદમી પાર્ટીએ દિલ્હી વિધાનસભાની ચૂંટણી માટે તેના 20 વર્તમાન ધારાસભ્યોનું પત્તું કાપ્યું છે, જેમાં ત્રણ ધારાસભ્યો એવા છે જેમના પુત્ર અને પત્નીને ટિકિટ આપવામાં આવી છે. આમ આદમી પાર્ટીએ એસકે બગ્ગાના પુત્ર વિકાસ બગ્ગાને કૃષ્ણ નગરથી, પ્રહલાદ સાહનીના પુત્ર પુરણદીપ સાહનીને ચાંદની ચોકથી અને નરેશ બાલિયાનની પત્ની પૂજા બાલિયાનને ઉત્તમ નગરથી મેદાનમાં ઉતાર્યા છે.

Also Read – રાજકીય પીચ પર જ નહીં, ક્રિકેટના મેદાનમાં પણ છવાયા અનુરાગ ઠાકુર

70 બેઠક પર એકલા લડશે ચૂંટણી

આમ આદમી પાર્ટીએ ઉમેદવારોની આ ચોથી અને અંતિમ યાદીમાં 38 નામોની જાહેરાત સાથે દિલ્હીની તમામ 70 વિધાનસભાની બેઠક માટે તેના ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે. પક્ષના વડા અરવિંદ કેજરીવાલે તાજેતરમાં જાહેરાત કરી હતી કે દિલ્હીની ચૂંટણીમાં આપ એકલા હાથે ચૂંટણી લડશે અને કોંગ્રેસ સાથે કોઈ ગઠબંધન કરશે નહીં. AAPની યાદી જાહેર કર્યા બાદ તરત જ અરવિંદ કેજરીવાલે કહ્યું કે પાર્ટી આ ચૂંટણીમાં સંપૂર્ણ આત્મવિશ્વાસ અને તૈયારી સાથે ઉતરશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button