ટોપ ન્યૂઝનેશનલ

બિહાર ટ્રેન દુર્ઘટનાઃ સમાજના દરેક વર્ગે દેખાડી માનવતા

ચારેબાજુ હોબાળો મચી ગયો… કલાકો બાદ વહીવટીતંત્ર પહોંચ્યું

બક્સર (પટના)ઃ ઘોર અંધારી રાતમાં ભયંકર અવાજ…. ચારે બાજુ ચીસો અને પોકારો…. અને પળવારમાં આ અભાગી ટ્રેનના મુસાફરોના માથે જાણે કાળ તૂટી પડ્યો. આવી બિહામણી રાતમાં પ્રવાસીઓની મદદ માટે આસપાસના ગામના લોકો દોડી આવ્યા. સર્વત્ર ચીસો અને મદદના પોકાર સંભળાતા હતા ત્યારે સમાજે માનવતા બતાવી. બક્સર ટ્રેન દુર્ઘટનાનું દ્રશ્ય હૃદયદ્રાવક હતું.

ઘાયલોની મદદ કરવા ગામવાસીઓ અડધી રાતે આવી પહોંચ્યા હતા. જનરેટર લાવીને લાઈટની વ્યવસ્થા કરવામાં આવી હતી, કોઈ પાણી લઇને દોડતું હતું, કોઈ એમ્બ્યુલન્સને બોલાવી ઘાયલોને હૉસ્પિટલ લઇ જવાની વ્યવસ્થા કરી રહ્યું હતું. જાતપાતના ભેદભાવથી ઉપર ઉઠીને લોકો ઘાયલોની બનતી મદદ કરી રહ્યા હતા. ગામ લોકોએ માનવતાનું ઉમદા ઉદાહરણ રજૂ કર્યું હતું.

ટ્રેન દુર્ઘટનાની માહિતી મળતા જ ભરખર, રહથુઆ, કાંટ, કળથી, ધોધનપુર, બાબુડેરા વગેરે ગામોના લોકો મોટી સંખ્યામાં અકસ્માત સ્થળે પહોંચી ગયા હતા. લોકોને જોઈને ઘાયલોએ રાહતનો શ્વાસ લીધો હતો. ગ્રામજનોએ ઘાયલ મુસાફરોને બહાર કાઢવાનું શરૂ કર્યું. અંધકારને કારણે રાહત કાર્યમાં મુશ્કેલી પડી હતી, તેથી ગામલોકો નજીકમાંથી જનરેટર લાવ્યા અને ત્યાં લાઇટની વ્યવસ્થા કરી હતી.


વહીવટી તંત્રને પણ દુર્ઘટનાના સમાચાર મળતા તેઓ પણ અહીં આવી પહોંચ્યા હતા. કોઇ ઘાયલોને પાણી પાઇ રહ્યું હતું તો કોઇ ઘાયલ બાળકોની મદદ કરી રહ્યું હતું અને એમ્બ્યુલન્સમાં હૉસ્પિટલ પહોંચાડવાની વ્યવસ્થા કરી રહ્યું હતું. સમાજના દરેક વર્ગે દુર્ઘટનાના સમયે જે માનવતા દેખાડી તે કાબિલે દાદ છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button