ઇઝરાયલમાં બાળકોના હત્યાકાંડ અંગે જો બાઈડેન જુઠ્ઠું બોલ્યા? વ્હાઈટ હાઉસે સ્પષ્ટ કરવી પડી
અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેને ઈઝરાયલ અને પેલેસ્ટાઈના આતંકવાદી સંગઠન હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધ અંગે એક એવું આપ્યું હતું જે અંગે બાદમાં વ્હાઈટ હાઉસે ખુલાસો આપવો પડ્યો હતો. બાઈડેને એક નિવેદનમાં કહ્યું હતું કે ‘અમેરિકનો માટે શું થઈ રહ્યું છે તે જોવું મહત્વપૂર્ણ છે. મેં ક્યારેય વિચાર્યું નહોતું કે આતંકવાદીઓ દ્વારા બાળકોનો શિરચ્છેદ કરવામાં આવ્યા હોવાની તસ્વીરો મારે જોવી પડશે. આ સંપૂર્ણ દુષ્ટતાનું કૃત્ય છે.’
ગાઝાની નજીક ઇઝરાયલના કિબુત્ઝ કફર અઝામાં હમાસ આતંકવાદીઓ દ્વારા કથિત રીતે કરવામાં આવેલા બાળકોના નરસંહારની અંગે આ ટીપ્પણી કરી હતી. તેમના આ નિવેદન બાદ તેમની ટીકા શરુ થઇ હતીં કેમકે આ ઘટનાની કોઈ સત્તાવાર પુષ્ટિ થઇ નથી.
વ્હાઈટ હાઉસના પ્રવક્તાએ બાદમાં સ્પષ્ટતા કરતા કહેવું પડ્યું કે, યુએસ અધિકારીઓ અને બાઈડેને આ ઘટનાની તસવીરો જોઈ નથી અથવા સ્વતંત્ર રીતે આવા અહેવાલોની પુષ્ટિ કરી નથી. વ્હાઇટ હાઉસના જણાવ્યા અનુસાર, રાષ્ટ્રપતિ બાઈડેને નેતન્યાહુના પ્રવક્તા અને ઇઝરાયેલના મીડિયા અહેવાલોમાં થયેલા દાવાઓના આધાર પર આ ટિપ્પણી કરી હતી.
ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુએ એવો દાવો કર્યો હતો કે અમે છોકરાઓ અને છોકરીઓને માથામાં ગોળી વાગેલા મૃતદેહો જોયા, સ્ત્રી-પુરુષોને જીવતા સળગાવી દીધા, યુવતીઓ પર બળાત્કાર અને હત્યા કરવામાં આવી હતી. સૈનિકો નું માથું કાપી નાખવામાં આવ્યું હતું. જોકે, આરોપોની સ્વતંત્ર રીતે પુષ્ટિ થઈ શકી ન હતી.
હમાસે આ હત્યાકાંડને નકારી કાધ્યોહતો અને કહ્યું કે જો બાઈડેનની ટિપ્પણીઓ ઇઝરાયેલ દ્વારા આચરવામાં આવેલા ગુનાઓને ઢાંકવાનો પ્રયાસ છે.