આવતીકાલે છે વર્ષની છેલ્લી પૂનમ, ભૂલથી પણ ના કરતાં ભૂલો નહીંતર…
માગસર મહિનાની શુક્લ પક્ષની પૂનમને માગસર પૂનમના નામે પણ ઓળખવામાં આવે છે. આ સિવાય આ પૂનમને બત્તીસી પૂનમના નામે પણ ઓળખવામાં આવે છે. આ વર્ષની છેલ્લી પૂનમ આવતીકાલે એટલે કે 15મી ડિસેમ્બરના પડી રહી છે. જ્યોતિષીઓના જણાવ્યા અનુસાર આ દિવસે કેટલીક ભૂલો કરવાથી બચવું જોઈએ, નહીંતર મુશ્કેલીઓ તૂટી પડે છે. આવો જોઈએ કઈ છે આ ભૂલો-
આ પણ વાંચો : નવા વર્ષમાં આ રાશિના જાતકોનો શરૂ થશે Golden Period, 18 દિવસ બાદ બનશે ગજલક્ષ્મી રાજયોગ…
⦁ મળતી માહિતી અનુસાર પૂનમના દિવસે ચંદ્રમાનો પ્રભાવ માનસિક અને ભાવનાત્મક સ્થિતિ પર વધારે પડે છે એટલે આ દિવસે ક્રોધ, ઈર્ષ્યા કે નકારાત્મક વિચારો કરવાથી બચવું જોઈએ.
⦁ પૂનમની રાતે ઉંઘવાને બદલે આખી રાત ભગવાન વિષ્ણુ અને મા લક્ષ્મીની પૂજા-અર્ચના કરવાનું રાખો, એનાથી શુભ પરિણામો મળે છે.
⦁ આ સિવાય પૂનમના દિવસે વાળ, નખ વગેરે કપાવવાથી બચવું જોઈએ. આ સિવાય અગાઉ જણાવ્યું એમ પૂનમના દિવસે ગુસ્સો કરવાથી બચવું જોઈએ.
⦁ શાસ્ત્રોમાં આપવામાં આવેલી માહિતી અનુસાર પૂનમના દિવસે અધિક તામસી ભોજન ખાવાનું ટાળવું જોઈએ. આ સિવાય કાંદા, લસણ વગેરેનું સેવન કરવાથી પણ બચવું જોઈએ.
⦁ પૂનમના દિવસે કોઈને પણ કડવા વચનો કે અપમાનિત કરવાથી તેની નકારાત્મક અસર જોવા મળે છે. પ્રયાસ કરો કે આ દિવસે તમારું વર્તન બધા સાથે ખૂબ જ મધુર હોય.
⦁ જ્યોતિષીઓના જણાવ્યા અનુસાર આ દિવસે કાળા રંગના વસ્ત્રો પહેરવાનું ટાળવું જોઈએ, એવું કહેવાય છે કે કાળો રંગ એ નકારાત્મકતાનું પ્રતિક છે અને એને કારણે તેની જીવન પર નકારાત્મક અસર જોવા મળે છે.
⦁ પૂનમનો સીધેસીધો સંબંધ ચંદ્રમાથી છે એટલે આ દિવસે ચંદ્રની પૂજા અને દર્શન કરવાનું શુભ માનવામાં આવે છે. ચંદ્રમાનો ઉપહાસ કે અપમાન કરવું અશુભ માનવામાં આવે છે અને એને કારણે તમે મુશ્કેલીમાં પડી શકો છો.