અમદાવાદઆપણું ગુજરાત

ગુજરાતના 9 શહેરોમાં જીએસટી વિભાગે 6 કરોડથી વધુની ચોરી ઝડપી…

અમદાવાદઃ ગુજરાતમાં જીએસટી વિભાગે મોટી કરચોરી ઝડપી પાડી છે. ગુજરાતના અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, અમરેલીમાં સહિત 9 શહેરોમાં હાથ ધરાયેલા ઓપરેશન દરમિયાન બિનહિસાબી વેચાણ અને વેરાની ઓછી જવાબદારી દર્શાવવા જેવી ગેરરીતિઓ ધ્યાનમાં આવી હતી અને અંદાજીત રૂ. 6.70 કરોડની વેરાચોરી તથા અંદાજીત રૂ. 8.50 કરોડની જવાબદારી શોધી કાઢવામાં આવી છે. આગળની તપાસ દરમિયાન આ રકમ વધે એવી શક્યતા છે. રાજ્યના કર વિભાગ દ્વારા સરકારી આવકના રક્ષણ અને વસૂલાત માટે તમામ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જીએસટીની તપાસથી કરચોરમાં ફફડાટ ફેલાયો હતો.

આ પણ વાંચો : ગુજરાતમાંથી પકડાયેલી નકલી ED ટીમના માસ્ટર માઈન્ડનું AAP કનેકશન: ગુજરાત પોલીસ

બીટુસી સેક્ટરમાં થતી કરચોરી એટલે કે બિલ વિનાના થતા વેચાણો અટકાવવા માટે ગુજરાત સ્ટેટ જીએસટી વિભાગ સતત કાર્યરત રહે છે. આ દિશામાં સતત લેવાતા પગલાના ભાગરૂપે વિભાગને મળેલ ચોક્કસ બાતમી તથા વિગતવાર વિશ્લેષણને આધારે 11મી ડિસેમ્બર, 2024ના રોજ ગ્રાહકોને ડિઝાઇનર ડ્રેસ સૂટ અને એસેસરીઝ સહિત લગ્નના વસ્ત્રો ભાડે આપવાના વેપાર સાથે સંકળાયેલ કુલ 43 વેપારીઓને ત્યાં દરોડા પાડવામાં આવેલ હતા. જેના આધારે તપાસ હાથ ધરવામાં આવી હતી.

આ પણ વાંચો : સુરતમાં યુવકની ચાર આંગળી કપાઈ જવા મુદ્દે થયો મોટો ખુલાસો, જાણીને ચોંકી જશો…

બે દિવસ પહેલા વડોદરામા વેડિંગ જ્વેલરી અને લગ્નના રેડિમેડ ડ્રેસ વગેરે ભાડે આપતા વેપારીઓને ત્યાં દરોડા પાડવામાં આવ્યા હતા. અલકાપુરી વિસ્તારમાં એક ફેશન-શોરૃમ પર તપાસ હાથ ધરવામાં આવી હતી. રેડિમેડ ચોલી, બ્રાઈડલવેર, શૂટ શેરવાની, કપલવેર વગેરે ભાડેથી આપતા અને ડિઝાઈનર કપડાં વેચતા આ વેપારીના વિશાળ શોરૃમ પર અધિકારીઓએ પહોંચીને હિસાબોની ચકાસણી શરૂ કરી હતી. જીએસટી વિભાગને એવી બાતમી મળી હતી કે, આ પ્રકારના ધંધા સાથે સંકળાયેલા વેપારીઓમાંથી અમુક લોકો દ્વારા પૂરેપૂરો ટેક્સ ભરવામાં આવતો નથી. જેથી તેઓએ કરચોરી કરી છે કે કેમ ? તેની તપાસ હિસાબોની ચકાસણીની દ્વારા કરવામાં આવી હતી. વેપારીઓના બિલો વિના કરવામાં આવતો ધંધો, ખરીદ વેચાણના આંકડા, માલનો સ્ટોક, વેચાણના આંકડા, ખરીદી વગેરેને લગતી માહિતી અધિકારીઓ એકત્રિત કરી રહ્યા હતા.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button