Ahmedabad માં ભાઈની હત્યાનો બદલો લેવા બે આરોપી પિસ્તોલ સાથે ઝડપાયા…

અમદાવાદઃ અમદાવાદમાં ગુનેગારોને (ahmedabad crime news) કોઈ ડર ન હોય તેમ લાગી રહ્યું છે. હત્યાના સિલસિલા વચ્ચે શહેરમાંથી બે ઇસમો પિસ્તોલ સાથે ઝડપાયા હતા. ગુજરાત એટીએસે (Gujarat ATS) બોટાદના બે રહેવાસીને અમદાવાદ સિવિલ હોસ્પિટલ (ahmedabad civil hospital) પાસેથી પિસ્તોલ સાથે બે શખ્સોને દબોચી લીધા હતા. આરોપીઓ અગાઉની હત્યાનો બદલો લેવા હથિયાર લઇને ફરતા હતા.
આ પણ વાંચો : નવનિર્માણ આંદોલનના ૫૦ વર્ષ પૂર્ણ, ABVP મોરબીએ કર્યું પોસ્ટર વિમોચન
એટીએસએ મળેલી બાતમીના આધારે બંને આરોપીને કોઈ અઘટિત ઘટના બને તે પહેલાં જ ઝડપી પાડ્યા છે. પ્રાથમિક પૂછપરછ દરમિયાન આરોપીએ કબૂલ્યું કે, પોતાના ભાઈની હત્યાનો બદલો લેવા માટે આ હથિયાર સાથે રાખ્યા હતા. સિરાજ ડૉન અને અફઝલ નામના શખ્સે તેના ભાઈની હત્યા કરી હતી. આ હત્યાના કેસમાં આરોપી પોતે પણ ઈજાગ્રસ્ત થયો હતો. મળતી માહિતી મુજબ, બંને આરોપીની અગાઉ પણ ગુનાહિત કૃત્યોમાં સંડોવણી સામે આવી છે. બંને આરોપી પર અગાઉ ઘણાં ગુના પણ નોંધાયેલા હોવાનું સામે આવ્યું છે.
આ પણ વાંચો : ખ્યાતિકાંડમાં મહિલા આરોપી રાજશ્રી કોઠારીની રાજસ્થાનથી ધરપકડ
બે પિસ્તોલ અને છ કારતૂસ સાથે ઝડપાયેલા આરોપીની ઓળખ મુનાફ મકડ અને તૌસીફ ખાલિયાની તરીકે થઈ છે. મુનાફની ઉંમર 34 વર્ષ અને તૌસીફની 23 વર્ષ છે. બંને આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી. બંને આરોપીનો શું ઈરાદો હતો, કોની પાસેથી હથિયાર લાવ્યા તે અંગે તપાસ હાથ ધરી હતી.