મનોરંજનસ્પોર્ટસ

રિન્કુ સિંહે `પુષ્પા-ટૂ’ના અલ્લુ અર્જુનની સ્ટાઇલ રીક્રીએટ કરી, વીડિયો વાઇરલ થયો…

નવી દિલ્હીઃ સ્ટાર-ક્રિકેટર રિન્કુ સિંહે સોશિયલ મીડિયામાં વીડિયો શૅર કર્યો છે જેમાં તે અને તેના મિત્રો જિમ્નેશ્યમમાં પુષ્પા-ટૂ’ ફિલ્મના હીરો અલ્લુ અર્જુનની સ્ટાઇલ કરી રહેલા જોવા મળે છે. અલ્લુ અર્જુનના અભિનયવાળીપુષ્પા-ટૂ’ મૂવીએ દેશભરમાં ઘેલું લગાડ્યું છે. કરોડો ફિલ્મપ્રેમીઓ ઉપરાંત કેટલીક સેલિબ્રિટિઝ પણ આ ફિલ્મથી પ્રભાવિત થઈ છે.

આ પણ વાંચો : Viral Video: Agastya Nandaને જોતા જ Rekhaએ કર્યું કંઈ એવું કે લોકોને યાદ આવી ગઈ Jaya Bachchanની….

https://twitter.com/i/status/1867812492921176561

બે વર્ષ પહેલાં જ્યારે પુષ્પા’ ફિલ્મની પ્રથમ સીઝન રિલીઝ થઈ હતી ત્યારે કેટલાક ક્રિકેટરો અલ્લુની ઍક્ટિંગ કરી રહેલા વીડિયોમાં જોવા મળ્યા હતા. એ તો ઠીક, પણ ઑસ્ટ્રેલિયન ખેલાડી ડેવિડ વૉર્નરે પણ અલ્લુની નકલ (ઝૂકેગા નહીં સાલા….) કરી હતી. ઉલ્લેખનીય છે કે જેમ સ્ક્રીન પર અલ્લુ અર્જુનફ્લાવર નહીં, ફાયર હૈ’ના ડાયલૉગને આગવી અદાથી રજૂ કરે છે એમ મેદાન પર ભારતીય બૅટર અને ડિફેન્ડિંગ ચૅમ્પિયન કોલકાતા નાઇટ રાઇડર્સનો રિન્કુ સિંહ ભલભલી બોલિંગને જડબાતોડ જવાબ આપી શકે છે.

ભારતીય ખેલાડીઓ ઑસ્ટ્રેલિયામાં બોર્ડર-ગાવસકર ટ્રોફીમાં ઝઝૂમી રહ્યા છે ત્યારે રિન્કુ સિંહ હાલમાં ભારતમાં જ છે. તે તાજેતરમાં જ સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં રમ્યો હતો. તે ઉત્તર પ્રદેશની ટીમમાં હતો અને એ ટીમ સેમિ ફાઇનલમાં નહોતી પહોંચી શકી.

આ પણ વાંચો : Viral Video: Nita Ambaniએ દીકરા આકાશની હાજરીમાં જ Shloka Mehta સાથે કર્યું કંઈક એવું કે…

કોલકાતા નાઇટ રાઇડર્સે રિન્કુ સિંહને 13 કરોડ રૂપિયામાં રીટેન કર્યો છે. ગઈ આઇપીએલ સીઝનમાં તે ફક્ત પંચાવન લાખ રૂપિયા કમાયો હતો. શ્રેયસ ઐયર, ફિલ સૉલ્ટ અને નીતિશ રાણા જેવા જાણીતા બૅટર્સ હવે કેકેઆરમાં ન હોવાથી 2025ની સીઝનમાં કેકેઆરને જિતાડવાની મોટી જવાબદારી રિન્કુ પર રહેશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button