ગુજરાતમાંથી પકડાયેલી નકલી ED ટીમના માસ્ટર માઈન્ડનું AAP કનેકશન: ગુજરાત પોલીસ
અમદાવાદઃ થોડા દિવસો પહેલા ગુજરાતમાંથી નકલી ઈડીની ટીમ પકડાઈ હતી. આરોપીની ધરપકડ બાદ પોલીસ પૂછપરછમાં મોટો ખુલાસો થયો છે. ગુજરાત પોલીસે શનિવારે દાવો કર્યો તે કચ્છ જિલ્લામાંથી ઝડપાપેલો ઈડીના દરોડાનો માસ્ટર માઈન્ડ આમ આદમી પાર્ટીનો કાર્યકર્તા છે. તેણે પાર્ટીને ફંડ પણ આપ્યું હતું. ગુજરાતમાં આપ નેતા ગોપાલ ઈટાલિયાએ પોલીના દાવાનું ખંડન કર્યુ છે.
પૂર્વ કચ્છના એસપી સાગર બાગમારે કહ્યું કે, પોલીસ રિમાન્ડમાં મજોઠીએ અનેક ખુલાસા કર્યા છે. થોડા મહિના પહેલા ભુજ સર્કિટ હાઉસમાં તેણે ગુજરાત આપના વરિષ્ઠ નેતાઓ ગોપાલ ઈટાલિયા અને મનોજ સોરઠીયાને મળ્યો હતો. પોલીસ મજોઠીના પૈસાની લેવડ દેવડની તપાસ કરશે. જો જરૂર પડશે તો પાર્ટીના અન્ય કાર્યકર્તાઓને પણ પૂછપરછ માટે બોલાવાશે.
Also read: સગાઈ તૂટતાં સગીરાને અશ્ર્લીલ મેસેજ મોકલનારો ગુજરાતમાં પકડાયો
બાગમારે મીડિયાને જણાવ્યું કે, 11 દિવસના રિમાન્ડ દરમિયાન ખબર પડી કે થોડા દિવસ પહલા રાધિકા જ્વેલર્સ પર કરવામાં આવેલી નકલી ઈડી રેડનો માસ્ટર માઇન્ડ અબ્દુલ સત્તાર મજોઠી આમ આદમી પાર્ટીનો કાર્યકર્તા છે. તેણે ગેરકાયદે રીતે મેળવેલું ધનનો ઉપયોગ પાર્ટી ગતિવિધિમાં કર્યો હતો. મજોઠીનો ગુનાહિત ઈતિહાસ છે. તેના નામ પર જામનગર અને ભુજમાં હત્યા અને હત્યાના પ્રયાસના ગુના નોંધાયેલા છે. અધિકારીએ કહ્યું, દરોડા દરમિયાન મજોઠી સતત આભૂષણની દુકાન પાસે હાજર હતો અને ગેરકાયદે ગતિવિધિ પર નજરા રાખતો હતો.
ગુજરાતમાં આપ નેતા ગોપાલ ઈટાલિયાએ પોલીસના દાવાનું ખંડન કર્યું છે. તેમણે પોલીસના દાવાના પાયાવિહોણા ગણાવીને પોલીસ સત્તારૂઢ ભાજપના નિયંત્રણમાં કામ કરતી હોવાનો આરોપ લગાવ્યો હતો. ઈટાલિયાએ કહ્યું, પોલીસ પર કેટલો ભરોસો કરી શકાય તે આપણે બધા જાણીએ છીએ. ભાજપ સરકારનું તેમના પર સંપૂર્ણ નિયંત્રણ છે. પોલીસ ખોટા આરોપ લગાવી રહી છે.
શુક્રવારે ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું હતું કે, સત્તાર આપનો મહાસચિવ હતો. સંઘવીએ એક્સ પોસ્ટમાં કેજરીવાલ અને ગુજરાત આપ અધ્યક્ષ ઈસુદાન ગઢવી સાથે કથિત આરોપીઓની તસવીર શેર કરીને લખ્યું, કેજરીવાલની આમ આદમી પાર્ટીની વધુ એક ઉપલબ્ધિ. ગુજરાતમાં પાર્ટીના એક નેતાએ નકલી ઈડી ટીમ બનાવી અને તેના કેપ્ટન બનીને લોકોને લૂંટી. કચ્છમાં પકડાયેલો નક્લી ઈડી ટીમ કમાન્ડર ગુજરાત આમ આદમી પાર્ટીનો નેતા નીકળ્યો. કેજરીવાલના શિષ્યોના કુકર્મોનો આ રહ્યો પુરાવો.