ઐશ્વર્યાની હમશકલ અને સલમાનની હીરોઈન હવે અમૃતા બિશ્નોઈનાં રોલમાં દેખાશે…
કાળિયા હરણનો કથિત શિકાર કરી અભિનેતા સલમાન ખાન અને બિશ્નોઈ સમાજ વચ્ચે ખટરાગ ચાલીરહ્યો છે ત્યારે હવે સલમાનની ફિલ્મમાં જ ચમકેલી હીરોઈન આ સમાજની એક ફિલ્મની મુખ્ય નાયિકા બની છે.
આ પણ વાંચો : રાજ કપૂરના પરિવારમાં છે 26 સદસ્ય, શું તમે બધાને જાણો છો?
રેડ સ્કર્ટ પહેરીને ઉઈ રામા રામા હો…ગીત પર ડાન્સ કરતી હીરોઈન સ્નેહા ઉલ્લાલ યાદ છે. હા, એ જ ઐશ્વર્યા રાય જેવી લાગતી સ્નેહા 20 વર્ષ બાદ અમૃતા બિશ્નોઈના પાત્રમાં ફિલ્મ સાકો 363માં દેખાશે.
આ ફિલ્મ રાજસ્થાનના બિશ્નોઈ સમુદાયના જળ, પર્યાવરણ અને વૃક્ષો પ્રત્યેના પ્રેમને દર્શાવે છે. પર્યાવરણની રક્ષા માટે બિશ્નોઈ સમાજે પોતાના પ્રાણોની આહુતી આપી હતી અને તેનું પ્રતિનિધિત્વ અમૃતા બિશ્નોઈએ કર્યુ હતું. 300 વર્ષ પહેલાની શહાદતની સત્ય કહાણી પર આધારિત ફિલ્મની નાયિકા સ્નેહાએ સૌનું ધ્યાન ખેંચ્યું છે.
તેસમયના રિપોર્ટ્સ અનુસાર ઐશ્વર્યા રાય સાથે સંબંધો તૂટ્યા બાદ સલમાને બહેન અર્પિતાના ક્લાસમાં ભણતી સ્નેહાને ફિલ્મમાં લાવવાનું ક્કી કર્યું હતું. માત્ર 17 વર્ષની ઉંમર સ્નેહા ફિલ્મ લકી માં સલમાનની હીરોઈન બની હતી. ઐશ્વર્યાના નાક નકશા સાથે એકદમ તેનો ચહેરો મેચ થતો હતો અને આંખો પણ ભૂરી હોવાથી તે જૂનિયર ઐશ્વર્યા પણ કહેવાત હતી. જોકે ત્યારબાદ તેણે ઈન્ડસ્ટ્રીમાં ખાસ કોઈ કામ કર્યાનું જણાયું ન હતું ત્યારે હવ અચાનક તેનું ટ્રેલર રિલિઝ થતાં લોકોમાં તે ફરી ચર્ચાનો વિષય બની છે.
બિશ્નોઈ સમાજે સલમાનને માફી માગવા કહ્યું હતું અને આ મામલો ગમે ત્યારે તાજો થાય છે. તાજેતરમાં રાજકારણી બાબા સિદ્દીકીની હત્યા બાદ આ મુદ્દો ફરી ચગ્યો હતો.
આ પણ વાંચો : પીએમ મોદીએ શોમેન Raj Kapoorને જન્મ જયંતિ પર આપી શ્રદ્ધાંજલિ, કહી આ વાત
જોકે આ ફિલ્મ સમુદાયના વૃક્ષો અને પર્યાવરણ બચાવવાની કટિબદ્ધતા પર આધારિત છે.