મનોરંજન

જેલમાંથી ઘરે આવેલા અલ્લુને જોઈ પત્ની રડી પડી તો ઘરે ફિલ્મી હસ્તીઓનો જમાવડો…

ફિલ્મ પુષ્પા 2′ એક્ટર અલ્લુ અર્જુન જેલમાં એક રાત વિતાવી ઘરે પરત ફર્યા છે. હૈદરાબાદની ચંચલગુડા સેન્ટ્રલ જેલમાં અભિનેતાને રાત વિતાવવી પડી હતી. બાદમાં આજે સવારે અભિનેતા અલ્લુ અર્જુન ઘરે પરત ફર્યા છે. અહીં તેઓ તેમની પત્ની સ્નેહા રેડ્ડી અને બાળકો સાથે જોવા મળ્યા હતા. જ્યારે પત્નીએ અલ્લુ અર્જુનને ગળે લગાવ્યો, ત્યારે બાળકો તેમના પિતાને જોઈને ખુશ દેખાતા હતા.

અભિનેતાના ઘરે સાઉથના સ્ટાર્સનો ધસારો આવવા લાગ્યો છે. નાગા ચૈતન્ય, રાણા દગ્ગુબાતી, વિજય દેવરાકોંડા સહિતના ઘણા સ્ટાર્સ અલ્લુ અર્જુનને તેના જ્યુબિલી હિલ્સના ઘરે મળવા આવી રહ્યા છે.

આ પણ વાંચો : જેલમાંથી છૂટ્યા બાદ અલ્લુ અર્જુને માફી માંગી અલ્લુ અર્જુને, કહ્યું કે…

ફિલ્મ ‘પુષ્પા 2’ના નિર્દેશક સુકુમાર અલ્લુ અર્જુનને મળવા આવ્યા હતા. ફિલ્મના નિર્માતા વાય રવિશંકર અને નવીન યેર્નેની પણ તેમની સાથે હતા. અભિનેતા અને દિગ્દર્શકનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં તેઓ વાત કરતા જોઈ શકાય છે.

અભિનેતા નાગા ચૈતન્ય, રાણા દગ્ગુબાતી અને વિજય દેવરાકોંડા પણ અલ્લુ અર્જુનને મળવા આવ્યા હતા. બધાએ તેમને ગળે લગાડ્યા હતા અને તેમના હાલચાલ પૂછ્યા હતા. સુપરસ્ટાર ચિરંજીવીની પત્ની સુરેખા કોડિનેલ પણ અલ્લુ અર્જુનને મળવા આવી હતી.

4 ડિસેમ્બરે હૈદરાબાદના સંધ્યા થિયેટરમાં ‘પુષ્પા 2’નું સ્પેશિયલ સ્ક્રીનિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. અલ્લુ અર્જુન પણ અહીં ફિલ્મ જોવા માટે આવ્યો હતો. ભારે ભીડ દરમિયાન નાસભાગ થતાં એક મહિલાએ જીવ ગુમાવ્યો હતો. મહિલાના પરિવારે અલ્લુ અર્જુન, તેની સુરક્ષા ટીમ અને થિયેટર મેનેજમેન્ટ સામે કેસ દાખલ કર્યો હતો. આ કેસમાં અલ્લુ અર્જુનની 13 ડિસેમ્બરની સવારે ધરપકડ કરવામાં આવી હતી. આ કેસની સુનાવણી નીચલી કોર્ટમાં થઈ હતી જ્યાં અલ્લુ અર્જુનને 14 દિવસની જેલની સજા ફટકારવામાં આવી હતી. ત્યારબાદ મામલો તેલંગાણા હાઈકોર્ટમાં પહોંચ્યો હતો, જ્યાં તેને 50,000 રૂપિયાના અંગત બોન્ડ પર વચગાળાના જામીન આપવામાં આવ્યા હતા.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button