નવી દિલ્હીઃ UIDAI એ લોકોને રાહત આપતો મોટો ફેંસલો કર્યો છે. આધાર અપડેટ કરવાની અંતિમ તારીખ 14 ડિસેમ્બર 2024 હતી, જેને વધારીને 14 જૂન 2025 કરવામાં આવી છે. આધાર અપડેટ કરવાની પહેલા સમય મર્યાદા ત્રણ મહિના હતી પરંતુ હવે છ મહિના કરી દેવામાં આવી છે.
યુઆઈડીએઆઈએ એક્સ પોસ્ટ પર લખ્યું, આધાર નંબર ધારકોને લાભ પહોંચાડવા માટે 14 જૂન, 2025 સુધી સમય મર્યાદા લંબાવવામાં આવી છે. આ નિઃશુલ્ક સેવા માત્ર માય આધાર પોર્ટલ પર ઉપલબ્ધ છે. યુઆઈડીએઆઈ લોકોને આધારમાં દસ્તાવેજ અપડેટ રાખવા માટે પ્રોત્સાહિત કરી રહ્યું છે.
આધાર અપડેટ માટે કયા દસ્તાવેજો છે જરૂરી
આધાર કાર્ડ
ઓળખ પત્ર (પાન કાર્ડ, ચૂંટણી કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ, પાસપોર્ટ વગેરે)
એડ્રેસનો પુરાવો (વીજળી બિલ, પાણી બિલ, બેંક સ્ટેટમેંટ વગેરે)
જન્મ તિથિ પ્રમાણ (જન્મ પ્રમાણ પત્ર, પાન કાર્ડ, પાસપોર્ટ વગેરે)
મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી (વૈકલ્પિક)
આધાર અપડેટ કેવી રીતે કરશો
myAadhaar પોર્ટલ પર લૉગ ઇન કરો. એડ્રેસ અપડેટ વિકલ્પ પસંદ કરો અને જરૂરી દસ્તાવેજ અપલોડ કરો. પોતાના રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર મોકલવામાં આવેલા ઓટીપીનો ઉપયોગ કરીને તમારી ઓળખની પુષ્ટિ કરો. આધાર કેન્દ્ર પર જઈને કેવી રીતે અપડેટ કરાવશો નજીકના આધાર કેન્દ્રની માહિતી મેળવો જરૂરી દસ્તાવેજો જેવાકે ઓળખ પ્રમાણ પત્ર અને એડ્રેસ પ્રમાણ પત્ર જમા કરાવો પોતાની ઓળખની પુષ્ટિ કરવા માટે બાયોમેટ્રિકનો ઉપયોગ કરો.