નેશનલ

સંભલમાં 42 વર્ષ બાદ ખુલ્યું હનુમાન-શિવ મંદિર, તપાસમાં પોલીસ પણ ચોંકી ઉઠી!

સંભલ: ઉત્તર પ્રદેશના સંભલમાં હાલ મસ્જિદનો વિવાદ ચાલી રહ્યો છે. તે સમયે એક શિવ હનુમાન મંદિરના દ્વાર દાયકાઓ બાદ ખોલવામાં આવ્યા છે. દાયકાઓથી મંદિરમાં પૂજા અર્ચના સાંપ્રદાયિક કારણોથી બંધ હતી. ગેરકાયદેસર દબાણ અને વીજચોરી પકડવા માટે તંત્ર દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી દરમિયાન આ મંદિર મળી આવ્યું હતું અને બાદમાં પોલીસ અને તંત્ર દ્વારા મંદિરના દ્વાર ખોલવામાં આવ્યા હતા.

મીડિયા અહેવાલો અનુસાર વીજળી વિભાગ અને વહીવટીતંત્ર દ્વારા સયુંકત રીતે સંભલના નખાસા ચારરસ્તા વિસ્તારમાં શનિવારે વીજ ચોરીની તપાસ ચાલી રહી હતી. આ દરમિયાન નખાસા પોલીસ સ્ટેશન વિસ્તારના મોહલ્લા ખગ્ગુ સરાઈમાં 46 વર્ષથી બંધ પડેલું શિવ મંદિર મળી આવ્યું હતું. પ્રશાસને આ મંદિરના કપાટને દાયકાઓ સુધી બંધ રહ્યા બાદ ફરી ખોલ્યા છે. ગેરકાયદે દબાણ અને વીજ ચોરી સામે કલેકટર અને એસપીના સંયુક્ત દરોડામાં આ મંદિર મળી આવ્યું હતું.


Also read: યુપીના સંભલમાં હિંસાઃ રાજ્યપાલે તપાસ માટે 3 સભ્યના ન્યાયિક પંચની રચના કરી


મંદિર 1978થી બંધ
આ અંગે એક સ્થાનિકે મીડિયાને જણાવ્યું હતું કે આ મંદિર વર્ષ 1978થી બંધ હતું. મંદિર મળી આવ્યા બાદ પોલીસની ટીમે શિવલિંગની સફાઈ કરી હતી. આ મંદિર સપા સાંસદ જિયા ઉર રહેમાન બરકેના ઘરથી થોડા જ અંતરે આવેલું છે. આ અંગે સંભલના સીઓ અનુજ કુમાર ચૌધરીના જણાવ્યા અનુસાર, “અમને માહિતી મળી હતી કે આ વિસ્તારમાં એક મંદિર પર જાણીજોઈને દબાણ કરવામાં આવી રહ્યું છે. ત્યારબાદ પોલીસની એક ટીમે ઘટનાસ્થળે પહોંચીને સ્થિતિનો તાગ મેળવ્યો હતો. તે દરમિયાન અહીં એક મંદિર મળી આવ્યું હતું.

મંદિર પર ઘર બનાવીને દબાણ
આ મામલે એડિશનલ એસપી શ્રીશ ચંદ્રએ કહ્યું કે, “તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે કેટલાક લોકોએ મંદિર પર ઘર બનાવીને દબાણ કરી લીધું હતું. મંદિર પર દબાણ કરનારાઓ સામે કાર્યવાહી કરવામાં આવશે. મંદિરમાં ભગવાન શિવ અને હનુમાનજીની મૂર્તિઓ છે. આ વિસ્તારમાં હિન્દુ પરિવારો રહેતા હતા અને કેટલાક કારણોસર તેઓએ આ વિસ્તાર છોડી દીધો હતો. મંદિરની નજીક એક પ્રાચીન કૂવા વિશે પણ માહિતી મળી છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button