નેશનલ

એકલવ્યની જેમ ભારતીય યુવાનોના અંગુઠા કાપવામાં આવી રહ્યા છેઃ રાહુલ ગાંધી

નવી દિલ્હીઃ ભારતના બંધારણની 75મી વર્ષગાંઠ પર આજે સંસદમાં ચર્ચા થઈ રહી છે. લોકસભામાં આજે વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ ચર્ચામાં હિસ્સો લીધો. તેમણે કેન્દ્ર પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું, એકલવ્યની જેમ ભારતના યુવાનોના અંગુઠા કાપવામાં આવી રહ્યા છે.

રાહુલ ગાંધીએ કહ્યું, જ્યારે અમે બંધારણ દર્શાવીએ છીએ ત્યારે મહાત્મા ગાંધી, ડૉ.આંબેડકર, પંડિત નેહરુના વિચાર જોવા મળે છે, પરંતુ આ વિચાર ક્યાંથી આવ્યા? આ વિચાર ભગવાન શિવ, ગુરુ નાનક, ભગવાન બાસવન્ના, કબીર વગેરેમાંથી આવ્યા હતા. આપણા પ્રાચીન વારસા વગર બંધારણ ન બની શકત. રાહુલ ગાંધીએ બીજેપી-આરએસએસ અને વીડી સાવરકર પર પ્રહાર કર્યા હતા. રાહુલ ગાંધીએ કહ્યું, વીડી સાવરકરે કહ્યું કે, બંધારણમાં કંઈ પણ નથી. મનુ સ્મૃતિ કાનૂન છે. ગાંધીએ કહ્યું કે, આપણું બંધારણ નવા ભારતનું છે. બંધારણમાં આપણા નવા ભારતના વિચાર છે. ભારતમાં બે વિચારોની લડાઈ ચાલી રહી છે.


Also read: મહારાષ્ટ્ર ચૂંટણી પરિણામને કારણે ઇન્ડિયા ગઠબંધન ભાંગી પડશે! રાહુલ ગાંધી પર ગંભીર આરોપ


લોકસભામાં વિપક્ષના નેતાએ કહ્યું કે, હું મારા ભાષણમાં ભાજપના નહીં પણ આરએસએસના વિચારોની આધુનિક વ્યાખ્યા કરનારા સર્વોચ્ચ નેતાના અંગે પણ કહેવા માંગું છું. તેઓ કહે છે, ભારતના બંધારણની સૌથી ખરાબ વાત એ છે કે તેમાં કંઈ પણ ભારતીય નથી. મનુસ્મૃતિ તે ધર્મગ્રંથ છે, જે આપણા હિન્દુ રાષ્ટ્ર માટે વેદો બાદ સૌથી વધુ પૂજનીય છે. જેનાથી આપણી પ્રાચીન સંસ્કૃતિ, રીત-રિવાજ અને વ્યવહારનો આધાર બન્યા છે. આ પુસ્તકે સદીઓથી આપણા રાષ્ટ્રની આધ્યાત્મિક અને દૈવીય યાત્રાને વર્ણવી છે. આજે મનુસ્મૃતિ જ કાનૂન છે. સાવરકરે સ્પષ્ટ લખ્યું છે કે, આપણા બંધારણમાં કંઈ પણ ભારતીય નથી. તેમણે સ્પષ્ટ રૂપથી કહ્યું છે કે જે પુસ્તકથી ભારત ચાલે છે, તે પુસ્તકને હટાવી દેવું જોઈએ.આ વાતને લઈ આજે લડાઈ છે.


Also read: લોકસભામાં ‘બંધારણ’ની ચર્ચા પર અખિલેશ યાદવે PDAનો ઉલ્લેખ સાથે કરી મહત્ત્વની વાત; WATCH


રાહુલ ગાંધીએ કહ્યું કે, મેં મારા પ્રથમ ભાષણમાં યુદ્ધના વિચારના વર્ણન કર્યા. મેં મહાભારતનું વર્ણન કર્યું, કુરુક્ષેત્રનું વર્ણન કર્યું. આજે ભારતમાં એક યુદ્ધ થઈ રહ્યું છે. એક તરફ બંધારણના વિચારના રક્ષક છે. પ્રત્યેક રાજ્યથી આપણી પાસે એક છે. જો કોઈ તમિલનાડુ અંગે પૂછે તો કહીશું તો પેરિયાર કહેશે, જો કર્ણાટક અંગે પૂછીશું તો કહેશે બસવન્ના, મહારાષ્ટ્ર અંગે પૂછીએ તો ફૂલે, આબંડેકર, ગુજરાત અંગે પૂછીએ તો મહાત્મા ગાંધી કહશે. તમે આ લોકોના પ્રશંસા કરવા ખાતર કરો છો. પરંતુ હકીકત એ છે કે તમે ભારતને ઉપરોક્ત દર્શાવેલા મહાનુભાવોના સિદ્ધાંતને આધારે નહીં પણ તમારી રીતે જ ચલાવવા માંગો છો. દેશના યુવાનોના એકલવ્યની જેમ અંગુઠા કાપવામાં આવી રહ્યા છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button