નેશનલ

લોકસભામાં સોમવારે રજૂ થશે One Nation One Election બિલ, સરકારે પૂરી કરી તૈયારીઓ

નવી દિલ્હીઃ કેન્દ્રીય કેબિનેટે ગુરુવારે “વન નેશન વન ઇલેક્શન”(One Nation One Election Bill)બિલને મંજૂરી આપી દીધી છે. ત્યારે આ બિલને કાયદા મંત્રી અર્જુન રામ મેઘવાલ સોમવારે લોકસભામાં રજૂ કરશે. જેમાં મળતી માહિતી મુજબ આ બિલને પહેલા જેપીસીને ચર્ચા અને સર્વસંમતિ માટે મોકલવામાં આવશે. જેપીસી તમામ પક્ષોના નેતાઓ સાથે ચર્ચા કરશે ત્યારબાદ નિર્ણય લેવામાં આવશે. અર્જુન રામ મેઘવાલ ભારતના બંધારણમાં વધુ સુધારો કરવા માટે એક બિલ રજૂ કરવા માટે મંજૂરી માંગશે.

સરકારે બે ડ્રાફ્ટ બિલ રજૂ કરશે

જેમાં મળતી માહિતી મુજબ, પ્રથમ સંશોધન બિલ લોકસભા અને રાજ્ય વિધાનસભાઓની એક સાથે ચૂંટણીઓ યોજવા સંબંધિત છે અને બીજું બિલ દિલ્હી, જમ્મુ અને કાશ્મીર અને પુડુચેરીમાં વિધાનસભાની ચૂંટણી એકસાથે યોજવા સાથે સંબંધિત છે. આ દરમિયાન, કેન્દ્રીય પ્રધાન મેઘવાલ કેન્દ્રશાસિત પ્રદેશો અધિનિયમ, 1963, ગવર્નમેન્ટ ઑફ નેશનલ કેપિટલ ટેરિટરી ઑફ દિલ્હી એક્ટ, 1991 અને જમ્મુ અને કાશ્મીર પુનર્ગઠન અધિનિયમ, 2019 માં વધુ સુધારો કરવા માટે કેન્દ્રશાસિત પ્રદેશ કાયદા (સુધારા) બિલ, 2024 પણ રજૂ કરશે.

વન નેશન વન ઈલેક્શન’ પ્રસ્તાવ પર વિપક્ષે સવાલ ઉઠાવ્યા

ઘણા વિપક્ષી નેતાઓએ ‘વન નેશન વન ઈલેક્શન’ પ્રસ્તાવ પર સવાલ ઉઠાવતા કહ્યું છે કે આ અવ્યવહારુ છે અને સંઘવાદ પર હુમલો છે. ‘એક રાષ્ટ્ર, એક ચૂંટણી’ પર કટાક્ષ કરતા કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને રાજ્યસભાના સાંસદ દિગ્વિજય સિંહે કહ્યું કે જો કોઈ રાજ્યની સરકાર છ મહિનામાં પડી જાય અથવા બહુમતી ગુમાવે તો શું રાજ્યને બાકીના 4.5 વર્ષ સરકાર વિના પસાર કરવા પડશે? રહેવું પડશે.


Also read :વન નેશન વન ઇલેક્શન’ કમિટીની આજે પ્રથમ બેઠક


રાજ્યમાં ચૂંટણી 6 મહિનાથી વધુ મુલતવી રાખી શકાય નહીં

તેમણે કહ્યું કે કોઈપણ રાજ્યમાં ચૂંટણી 6 મહિનાથી વધુ મુલતવી રાખી શકાય નહીં. જો વન નેશન વન ઇલેક્શન અમલી બને અને 6 મહિનામાં સરકાર પડી જાય, અવિશ્વાસની દરખાસ્ત પસાર થાય, તો શું આપણે 4.5 વર્ષ સુધી સરકાર વિના રહી શકીશું? આ દેશમાં આ શક્ય નથી. પહેલાની સરકારો 5 વર્ષનો કાર્યકાળ પૂરો કરતી હતી.પરંતુ આજે કેટલીક સરકારો 2.5 વર્ષમાં અને કેટલીક 3 વર્ષમાં પડી જાય છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button