લાડકી બહેન યોજના પર અત્યાર સુધીમાં કેટલા રૂપિયા ખર્ચવામાં આવ્યા છે? મહત્વની માહિતી …
મુંબઈ: ગત બજેટમાં રાજ્ય સરકારે લાડકી બહેન યોજનાની જાહેરાત કરી હતી. આ યોજના ખૂબ જ લોકપ્રિય બની હતી. તેનો ફાયદો પણ વિધાનસભા ચૂંટણીમાં મહાયુતિને મળ્યો હતો. મહાયુતિની જીતમાં આ માનીતી બહેનોએ મહત્વની ભૂમિકા ભજવી હોવાનું જોવા મળ્યું હતું. દરમિયાન, અત્યાર સુધીમાં 2.5 કરોડ મહિલાઓને આ યોજનાનો લાભ મળ્યો છે.
રાજ્યની 2.6 કરોડ મહિલાઓએ લાડકી બહેન યોજના માટે અરજી કરી હતી. તેમાંથી 2.3 કરોડ મહિલાઓને આ યોજના હેઠળ પૈસા મળ્યા છે. 16 લાખ મહિલાઓએ KYC કરાવ્યું ન હોવાથી તેમને આ લાભથી વંચિત રહેવું પડ્યું છે. મહત્વનું એ છે કે, સરકારે વિધાનસભા ચૂંટણી પહેલા મહિલાઓના ખાતામાં 17 હજાર કરોડ રૂપિયા જમા કરાવ્યા છે.
ઓથોરિટી તરફથી માહિતી મળી છે કે મહાયુતિએ લાડકી બહેન યોજના માટે 6 મહિનામાં લગભગ 17 હજાર કરોડ રૂપિયાનું વિતરણ કર્યું છે. એવું પણ કહેવામાં આવ્યું છે કે મહાયુતિ સરકારે 2024-2025 માટે 10 હજાર કરોડ રૂપિયાની જોગવાઈ પણ કરી છે. આગામી નાણાકીય વર્ષમાં કરવામાં આવેલી જોગવાઇ ઓછી હોવાથી સરકારે લાડકી બહેન યોજના માટે વધારાના 25 હજાર કરોડની જોગવાઇ કરીને કૂલ 35 હજાર કરોડ રૂપિયાની જોગવાઇ કરી છે.
Also read: લાડકી બહેન યોજનાની અરજીઓની પુન: ચકાસણી કરવાનો નિર્ણય નહીં: અદિતી તટકરે…
રાજ્યમાં પુણે જિલ્લામાં સૌથી વધુ 20.8 લાખ લાભાર્થીઓ છે. વિધાનસભા ચૂંટણી પહેલા પુણે જિલ્લામાં કુલ 21,11,946 અરજીઓ મળી હતી. અધિકારીએ કહ્યું છે કે એમાંથી 20,84,364 અરજીઓ સ્વીકારવામાં આવી છે.