મુંબઈમાં આજ થી૨૪ કલાક માટે પાણીકાપ
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઇ, આજે ૧૪4 ડિસેમ્બરથી આવતીકાલે ૧૫મી ડિસેમ્બર,૨૪ સુધી મુંબઈ શહેર, ઉપનગરો સહિત થાણે અને ભિવંડીમાં પાણી પુરવઠામાં 15 ટકાનો કાપ મૂકવામાં આવ્યો છે.
શુક્રવારના ના રોજ મોડી રાતે એક વાગ્યે પીસ પાવર સબસ્ટેશન ખાતેના મુખ્ય ટ્રાન્સફોર્મર નંબર ૧નું બી ફેઝ વર્તમાન ટ્રાન્સફોર્મર અચાનક બગડી ગયું હતું.તેથી, પીસે પમ્પિંગ કેન્દ્રમાં કાર્યરત કુલ ૨૦ પંપમાંથી છ પંપ બંધ કરવામાં આવ્યા છે. સમારકામની કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી છે. આ સમારકામ ૧૪મી ડિસેમ્બર ૨૦૨૪ અને ૧૫મી ડિસેમ્બર ૨૦૨૪ સુધી ચાલુ રહેશે.
Also read: રવિવારે મુંબઈમાં લોકલ ટ્રેનમાં ટ્રાવેલ કરવાના હોય તો વાંચી લો મહત્ત્વની માહિતી…
આ તાત્કાલિક સમારકામના કામને લીધે આજ થી આવતીકાલ સુધી મુંબઈ શહેર અને ઉપનગરો સાથે બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા થાણે અને ભિવંડી મ્યુનિસિપલ કોર્પોરેશનને પાણી પુરવઠામાં ૧૫ ટકાનો ઘટાડો રહેશે