બ્રિસ્બેનનું મેદાન ભારત માટે નસીબવંતુ, ઑસ્ટ્રેલિયા સામે આવતી કાલથી ત્રીજી ટેસ્ટ…
સવારે 5.50 વાગ્યાથી લાઈવ, સંભવિત પ્લેઇંગ ઇલેવન કેવી હશે?
બ્રિસ્બેનઃ અહીં ગૅબાના ગ્રાઉન્ડ પર આવતી કાલે (સવારે 5.50 વાગ્યાથી) ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે સિરીઝની ત્રીજી ટેસ્ટ શરૂ થશે. બન્ને દેશ 1-1ની બરાબરીમાં છે.
આ પણ વાંચો : ત્રીજી ટેસ્ટમાં ઑસ્ટ્રેલિયાનો આ ઝડપી બોલર કરશે વાપસી…
ભારતના ટેસ્ટમાં જે સૌથી યાદગાર વિજય થયા છે એમાં બ્રિસ્બેનમાં છેલ્લે (2021માં) ભારતીયો જે ટેસ્ટ રમ્યા હતા એનો અચૂક સમાવેશ થાય છે. ત્યારે ભારતે અજિંક્ય રહાણેના સુકાનમાં ઑસ્ટ્રેલિયાને ત્રણ વિકેટે પરાજિત કરીને સિરીઝ 2-1થી જીતી લીધી હતી.
ઑસ્ટ્રેલિયા આ સ્થળે છેલ્લી ચારમાંથી બે ટેસ્ટ હાર્યું છે.
ભારત ખાસ કરીને રોહિત શર્મા અને વિરાટ કોહલીના ફૉર્મ પર આધાર રાખશે.
આ પણ વાંચો : IND VS AUS: ત્રીજી ટેસ્ટ જીતવા રવિ શાસ્ત્રીએ ટીમ ઈન્ડિયાને આપ્યો ‘જીતમંત્ર’
બન્ને દેશની સંભવિત ઇલેવનઃ
ભારતઃ યશસ્વી, રોહિત (કૅપ્ટન), રાહુલ, ગિલ, વિરાટ, પંત (વિકેટકીપર), નીતિશ રેડ્ડી, વૉશિંગ્ટન/અશ્વિન, આકાશ દીપ, સિરાજ અને બુમરાહ.
ઑસ્ટ્રેલિયાઃ ખ્વાજા, મૅક્સ્વીની, લાબુશેન, સ્ટીવ સ્મિથ, ટ્રેવિસ હેડ, મિચલ માર્શ, ઍલેક્સ કૅરી (વિકેટકીપર), કમિન્સ (કૅપ્ટન), સ્ટાર્ક, લાયન અને જેસલવૂડ.