Nita Ambani, Shloka કે Radhika પાસે નહીં પણ આ મહિલા પાસે છે પરિવારનો સૌથી મોંઘો હાર…
દુનિયાના ધનવાન પરિવારમાં એક એવા અંબાણી પરિવાર (Ambani Family)ની લેડિઝ ક્લબ પાસે એકથી ચઢિયાતા એક મોંઘા મોંઘા ઘરેણાંઓ છે અને આ ઘરેણાંઓ દરેક માનુનીના ડ્રીમ કલેક્શનમાંથી એક હશે. વારે તહેવારે અંબાણી પરિવારનો મહિલા મંડળ આ શાનદાર અને શાહી જ્વેલરી પહેરીને લાઈમલાઈટ આવતો રહે છે, પરંતુ શું તમને ખબર છે કે અંબાણી પરિવારની ફિમેલ ક્લબમાંથી સૌથી મોંઘો હાર કોની પાસે છે? ચાલો તમને જણાવીએ-
નીતા અંબાણી, ઈશા અંબાણી અને પરિવારની બંને વહુઓ શ્લોકા મહેતા અને રાધિકા મર્ચન્ટ પાસે એકદમ બેસ્ટ જ્વેલરી છે અને આ જોઈને તમને પણ વિશ્વાસ નહીં થાય કે અંબાણી પરિવારની વહુ-દીકરીઓ દુનિયાના સૌથી મોંઘા હાર પહેરે છે. જેની કિંમત કરોડોમાં છે અને આ આંકડો દુનિયાના અનેક દેશોની જીડીપી કરતાં પણ વધારે છે.
અંબાણી પરિવારની મોટી વહુ અને લેડી બોસ એટલે નીતા અંબાણી પાસે દુનિયાભરની મુલ્યવાન જ્વેલરી છે અને તેમના આ હાર મોંઘા તો છે જ પણ એની સાથે સાથે બેનમૂન પણ છે. પરંતુ આ બધામાં નીતા અંબાણી પાસે રહેલાં એમરલ્ડ અને ડાયમંડથી જડેલા વાઈરલ હારની વાત જ અલગ છે. આ હારની કિંમત આશરે 550 કરોડ રૂપિયા હોવાનો દાવો એક રિપોર્ટમાં કરાયો છે.
આ પણ વાંચો : Sonakshi Sinha આપશે Good News?
આગળ વધીએ વાત કરીએ શ્લોકા મહેતાની. શ્લોકા મહેતાને પણ એના લગ્નમાં એકથી ચઢિયાતા એક મોંઘા મોંઘા હાર મળ્યા છે અને એમાંથી એક હારની કિંમત 450 કરોડ રૂપિયા હોવાનું કહેવાઈ રહ્યું છે. જોકે, શ્લોકા કે રાધિકા પાસે પણ પરિવારમાં સૌથી મોંઘો હાર નથી. અંબાણી પરિવારની વહુઓ આમ તો હીરા અને ઝવેરાતથી લદાયેલી હોય છે, પરંતુ તેમ છતાં તેમના કલેક્શનમાં અમે વાત કરી રહ્યા છીએ એ હાર તો તેમની પાસે પણ નથી.
હવે તમને સવાલ થયો ને કે આખરે નીતા અંબાણી, શ્લોકા મહેતા કે રાધિકા મર્ચન્ટ પાસે આ મોંઘો હાર નથી તો આખરે તે છે કોની પાસે? તો ચાલો તમને જણાવીએ. પરિવારની વહુઓ કરતાં મોંઘો હાર અંબાણી પરિવારની પ્રિન્સેસ ઈશા અંબાણી પાસે છે.
ઈશા અંબાણીએ ભાઈ અનંત અંબાણીના લગ્નમાં અનકટ ડાયમંડ જડેલો બેશકિંમતી ચોકર રાણી હાર પહેર્યો હતો. જેમાં અનેક રત્ન જડવામાં આવ્યા હતા. આ હારને અંબાણી પરિવારનો સૌથી મોંઘો હાર કહેવાઈ રહ્યું છે અને એવું પણ કહેવાઈ રહ્યું છે કે આ હારની કિંમત અન્ય દેશોના જીડીપી કરતાં પણ મોંઘી છે.