ઘાટકોપર જૉલી જિમખાના આયોજિત ઇન્ટર સ્કૂલ ક્રિકેટ ટૂર્નામેન્ટમાં પરાગ ઇંગ્લિશ સ્કૂલ, ભાંડુપ વિજેતા…
મુંબઈઃ ઘાટકોપર તથા આસપાસના પરાઓની 8 સ્કૂલ વચ્ચે ઇન્ટર-સ્કૂલ ક્રિકેટ ટુર્નામેન્ટનું ભવ્ય આયોજન ચૅરમૅન રજનીકાંત શાહ, મેનેજિંગ ટ્રસ્ટી મનોજભાઇ અજમેરા, સેક્રેટરી મૂકેશ ભાઇ બદાણી, પરેશભાઇ શાહ, ટ્રસ્ટી ગણ તથા મેનેજિંગ કમિટીના પીઠબળ હેઠળ ઘાટકોપર જૉલી જિમખાનાની ક્રિકેટ સબ કમિટી દ્વારા ઇન્ટર સ્કૂલ ક્રિકેટ ટૂર્નામેન્ટ તા. 5-ડીસેમ્બર વચ્ચે રમાડવામાં આવી હતી જેમાં ભાંડુપની પરાગ ઇંગ્લિશ સ્કૂલની ટીમ ચૅમ્પિયન બની હતી.
આ પણ વાંચો : ICCના નવા અધ્યક્ષ જય શાહે બ્રિસ્બેન ઓલિમ્પિકના ટોચના અધિકારીઓ સાથે કરી મુલાકાત
ગુરૂવારે રમાયેલી ફાઇનલમાં પરાગ ઇંગ્લિશ સ્કૂલે પ્રથમ બૅટિંગ કરતા સોહમ મોહિતેના 56 તથા પરીન દળવીના 51 રનના સહયોગથી 268 રનનો જુમલો ખડકી દીધો હતો. સ્વામી વિવેકાનંદ સ્કૂલ, ચેમ્બુર વતી દર્શ જગશીયાએ 40 રનમાં 4 વિકેટ ઝડપી હતી. સ્વામી વિવેકાનંદ હાઇ સ્કૂલ ફકત 157 રન બનાવી શકી હતી જેના કારણે પરાગ ઇંગ્લિશ સ્કૂલનો 112 રનથી વિજય થયો હતો. ફાઇનલના અંતે જિમખાનાના જોઈન્ટ સ્પોર્ટ્સ કો-ઑર્ડિનેટર નલિનભાઇ મહેતા, ક્રિકેટ ઈન્ચાર્જ નિશીથ ગોળવાલા, ક્રિકેટ ક્નવીનર મથુરાદાસ ભાનુશાલી તથા સબ કમિટીના મેમ્બર્સ હેમંત ગાંધી, બ્રિજેશ નાગડા, ભાવિન છેડાની ઉપસ્થિતમાં ટ્રોફીઓ આપવામાં આવી હતી.
આ પણ વાંચો : કેપ્ટનનો ઇશારો અને હોટેલમાં જ રહી ગયો યશસ્વી બિચારો
વિજેતા ટીમને તથા ઉપ વિજેતા ટીમને ટ્રોફી આપવા ઉપરાંતની ટ્રોફીઓ આ મુજબ હતીઃ બેસ્ટ બૅટર ઓફ ધ ટૂર્નામેન્ટ-અર્થવ કોરે (128 રન), બેસ્ટ બોલર ઓફ ધ ટૂર્નામેન્ટ-દક્ષ હરાર (13 વિકેટ) તથા પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટ-દક્ષ હરાર-(13 વિકેટ, 1 કેચ, 1 રન આઉટ)