આમચી મુંબઈમહારાષ્ટ્ર

‘મેટ્રો વુમન’ અશ્વિની ભિડેની CM ના પ્રિન્સિપાલ સેક્રેટરી તરીકે નિમણૂક…

મુંબઈ: મુંબઈ મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડ (એમએમઆરસીએલ)ના મેનેજિંગ ડિરેક્ટર અશ્વિની ભીડેની બદલી કરી તેમની નિમણૂક મુખ્ય પ્રધાન કાર્યાલયમાં પ્રધાન સચિવ તરીકે કરવામાં આવી છે. અશ્વિની ભીડેને તાત્કાલિક આ પદ સંભાળવા અને આગામી આદેશ સુધી મેટ્રોના મેનેજિંગ ડિરેક્ટર તરીકે ફરજ બજાવવા નિર્દેશ આપવામાં આવ્યો છે.

આ પણ વાંચો : 12 જાન્યુઆરીએ મહારાષ્ટ્ર ભાજપનું શિરડીમાં સંમેલન: શાહ, નડ્ડા હાજરી આપશે…

આ પહેલા બ્રિજેશ સિંહ મુખ્ય પ્રધાન કાર્યાલયનો હવાલો સંભાળતા હતા. તેમના સ્થાને અશ્વિની ભિડેની નિમણૂક કરવામાં આવી છે. રાજ્યમાં મહાયુતિ સત્તા પર આવ્યા બાદ દેવેન્દ્ર ફડણવીસે મુખ્યપ્રધાન તરીકે અને એકનાથ શિંદે તેમજ અજિત પવારે નાયબ મુખ્ય પ્રધાન તરીકે શપથ લીધા હતા. ત્યાર બાદ કેટલાક અધિકારીઓની બદલી કરી દેવામાં આવી છે.

અશ્વિની ભિડે 1995 બેચના આઈએએસ અધિકારી છે. સિવિલ સર્વિસમાં 25 વર્ષનો અનુભવ છે. મુંબઈ મેટ્રો નેટવર્ક બનાવવામાં તેમણે મહત્વનું યોગદાન આપ્યું છે. મુંબઈ ‘મેટ્રો વુમન’ તરીકે પણ ઓળખાય છે. હવે તેમની બદલી કરવામાં આવી છે અને તેઓ મંત્રાલયમાં મુખ્ય પ્રધાન કાર્યાલયમાં જવાબદારી સંભાળશે.

આ પણ વાંચો : કાટમાળ માટે ‘ડેબ્રીઝ ઓન કોલ’ ઓનલાઈન સેવા આપનારો દેશનો પહેલો પ્રોજક્ટ પાલિકા 500 કિલો સુધીનો કાટમાળ મફત લઈ જશે

રાજ્યમાં મહાયુતિ સરકાર આવ્યા બાદ મોટા નિર્ણયો લેવામાં આવી રહ્યા છે. મહારાષ્ટ્ર કેડરના 2001ની બેચના ઇન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ (આઇએએસ) અધિકારી શ્રીકર પરદેશીની પણ બદલી કરી તેમને મુખ્ય પ્રધાનના મુખ્ય સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. પરદેશીએ ભૂતકાળમાં દેવેન્દ્ર ફડણવીસ સાથે કામ કર્યું છે અને પીએમઓમાં પણ સેવા આપી છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button