ચૂંટણીમાં કોંગ્રેસની હારથી દુ:ખી થયેલા નાના પટોલેની ખડગેને પ્રદેશ અધ્યક્ષ પદ પરથી મુક્ત કરવાની વિનંતી…
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: રાજ્યના વિપક્ષી ગઠબંધન મહા વિકાસ અઘાડી (એમવીએ)ના ઘટક પક્ષ કૉંગ્રેસે 101 વિધાનસભા બેઠકો પર ચૂંટણી લડી હતી, જેમાંથી તેને માત્ર 16 બેઠકો પર જીત મળી હતી. મહારાષ્ટ્રમાં કોંગ્રેસનું અત્યાર સુધીનું આ સૌથી ખરાબ પ્રદર્શન હતું.
આ પણ વાંચો : જો અજિત પવારને નાણાં ખાતું ન મળે તો મહાયુતિ સરકારનો કોઈ અર્થ રહેશે નહીં
મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસની કારમી હારના થોડા દિવસો બાદ પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ નાના પટોલેએ કેન્દ્રીય નેતૃત્વને તેમને સંગઠનાત્મક પદની જવાબદારીમાંથી મુક્ત કરવા વિનંતી કરી હતી એવી જાણકારી સૂત્રોએ શુક્રવારે આપી હતી.
તેમણે જણાવ્યું હતું કે, નાના પટોલેએ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને એક પત્ર લખ્યો હતો, જેમાં તેમણે કહ્યું હતું કે તેઓ મહારાષ્ટ્ર પ્રદેશ કોંગ્રેસ સમિતિ (એમપીસીસી)ના અધ્યક્ષ પદેથી મુક્ત થવા માંગે છે.
મહારાષ્ટ્રમાં કોંગ્રેસનું અત્યાર સુધીનું સૌથી ખરાબ પ્રદર્શન તેમના નેતૃત્વ હેઠળની વિધાનસભાની ચૂંટણીમાં થયું હતું.
આ પણ વાંચો : પાટનગર પોલિટિક્સઃ દેવેન્દ્ર ફડણવીસે મોદી સાથેની ચર્ચાની વિગતો જણાવી!
રાજ્યના ઘણા ટોચના નેતાઓ આ ચૂંટણીમાં તેમની વિધાનસભાની બેઠકો બચાવવામાં નિષ્ફળ રહ્યા હતા. કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ નાના પટોલે ભંડારા જિલ્લાના સાકોલી વિધાનસભા મતવિસ્તારમાંથી માત્ર 208 મતોથી જેમતેમ જીત્યા હતા.