નેશનલ

લોકસભામાં ‘બંધારણ’ની ચર્ચા પર અખિલેશ યાદવે PDAનો ઉલ્લેખ સાથે કરી મહત્ત્વની વાત; WATCH

નવી દિલ્હીઃ સંસદનું શિયાળુ સત્ર ચાલી રહ્યું છે. આજે સમાજવાદી પાર્ટીના વડા અને કન્નૌજના સાંસદ અખિલેશ યાદવે બંધારણના 75 વર્ષ પૂરા થવાની ચર્ચામાં ભાગ લીધો. તેમણે કહ્યું, બંધારણના ઘડવૈયાઓને મારા નમન છે અને આ કારણે જ દેશ એકજૂથ છે. સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે કહ્યું કે આપણને એક મહાન બંધારણ મળ્યું છે. બંધારણે જુદા જુદા લોકોને એક કર્યા છે. ડો. બાબાસાહેબ આંબેડકરે કહ્યું હતું કે બંધારણની સફળતા આપણે તેનું કેવી રીતે પાલન કરીએ છીએ તેના પર નિર્ભર કરશે. બંધારણ સમયાંતરે આપણું કવચ બને છે, આપણું રક્ષણ કરે છે.

પીડીએ સાથેના તેમના રાજકીય સમીકરણનો ઉલ્લેખ કરતા અખિલેશે લોકસભામાં જણાવ્યું હતું કે અમને વિવિધતામાં એકતા પર ગર્વ છે. અમારા જેવા લોકો માટે અને નબળા વર્ગો માટે, ખાસ કરીને પી. ડી. એ. (પછાત વર્ગ, દલિત અને લઘુમતી સમુદાય)ના લોકો માટે બંધારણ જન્મમરણનો વિષય છે. સપાના પ્રમુખે કહ્યું કે આ બંધારણ વંચિત લોકોને અધિકાર આપવા માટે છે. બંધારણ એ દેશની જીવાદોરી છે. બંધારણની પ્રસ્તાવના એ બંધારણનો સાર છે.


Also read: અખિલેશ યાદવની જાહેરાત, સરકારમાં આવતા ચોવીસ કલાકમાં Agniveer યોજના રદ કરીશું


દેશના નીચલા વર્ગની માથાદીઠ આવક કેટલી છે?
તેમણે વધુમાં કહ્યું કે આપણા દેશની અર્થવ્યવસ્થા ઝડપથી આગળ વધી રહી છે, પરંતુ બીજી તરફ 82 કરોડ લોકો સરકારી ભોજન પર જીવનનિર્વાહ કરી રહ્યા છે. કેટલાક પરિવારો દેશની વસ્તીના બે તૃતીયાંશ હિસ્સો ધરાવે છે. આવી સ્થિતિમાં સરકારે જણાવવું જોઈએ કે દેશના નીચલા વર્ગની માથાદીઠ આવક કેટલી છે? જો સરકાર આ આંકડા જાહેર કરશે તો સ્થિતિ સ્પષ્ટ થઈ જશે.

સરહદનું રક્ષણ કરવું પ્રથમ ફરજઃ અખિલેશ
અખિલેશ યાદવે કહ્યું, સરહદનું રક્ષણ કરવું પ્રથમ કર્તવ્ય છે. આપણા પડોશમાં કેટલા ગામ વસી ગયા છે. અનેક ઘર વસાવી દીધા છે. લદ્દાખની જેમ બંને દેશોની સેનાએ પીછેહઠ કરી છે. આપણે આપણી સરહદ પરથી પીછેહઠ કરી છે. ચીન આપણી સરહદ પરથી આંશિક પાછું હટ્યું છે. આ દેશે માનસરોવર જવા પર પણ રોક લગાવી છ

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button