Gujarat માં ઠંડીનું જોર વધ્યું, હજુ પણ કોલ્ડ વેવનું એલર્ટ
અમદાવાદ: ગુજરાતમાં (Gujarat)ઉત્તર ભારતમાં થઇ રહેલી હિમવર્ષા અને ફૂંકાતા ઠંડા પવનોના લીધે ઠંડીનું જોર વધ્યું છે. જેમાં ખાસ કરીને અમદાવાદ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં ત્રણ દિવસથી કોલ્ડવેવની અસર ચાલી રહી છે. રાજકોટ-જામનગરમાં તાપમાન ઘટ્યું છે. રાજકોટ શહેરમાં ગુરુવારે સવારમાં 12 કિ.મીની ઝડપે પવન ફુંકાયો હતો. જ્યારે શહેરનું લઘુતમ તાપમાન 9.1 ડિગ્રી અને મહતમ તાપમાન 28.7 ડિગ્રી નોંધાયું હતું. જ્યારે 7. 8 ડિગ્રી તાપમાન સાથે નલિયા રાજ્યનું સૌથી ઠંડુ શહેર રહ્યું હતું.
આ પણ વાંચો: Gujarat માં કોલ્ડ વેવ , અમદાવાદ સહિત અનેક શહેરોનું લધુત્તમ તાપમાન ઘટ્યું
નલિયામાં ઠંડીમાં વધારો
ગુજરાતમાં ગુરુવારે 7.8 ડિગ્રીથી લઈને 20.2 ડિગ્રી વચ્ચે લઘુતમ તપામાન નોંધાયું હતું. ગુજરાતમાં સૌથી નીચું તાપમાન નલિયામાં 7.8 ડિગ્રી રહ્યું હતું. જ્યારે ઓખામાં 20.2 ડિગ્રી લઘુતમ તાપમાન રહ્યું હતું. આ ઉપરાંત ડીસામાં 10.5 ડિગ્રી, રાજકોટમાં 9.1 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું.
અમદાવાદ, ગાંધીનગરમાં 13 ડિગ્રી તાપમાન
જ્યારે અમદાવાદ અને ગાંધીનગરમાં પણ ઠંડીમાં વધારો જોવા મળી રહ્યો છે. ગુરુવારે અમદાવાદમાં અને ગાંધીનગરમાં 13 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું. વડોદરામાં 13.2 ડિગ્રી અને સુરતમાં 15.2 ડિગ્રી લઘુતમ તાપમાન રહેતા લોકોને ઠંડીનો અનુભવ થયો હતો.
આ પણ વાંચો: Weather Update: દિલ્હીમાં સામાન્ય વરસાદ બાદ ઠંડી વધી, લધુત્તમ તાપમાન હજુ ઘટશે
રાજકોટમાં કોલ્ડ વેવનું યેલો એલર્ટ જાહેર
હવામાન વિભાગની આગાહી અનુસાર આજે ગુજરાતમાં ઠંડીનો પારો ગગડશે. તેમજ રાજ્યમાં ઉત્તર પૂર્વના પવન ફૂંકાતા ઠંડીનો ચમકારો જોવા મળે તેવી આગાહી કરવામાં આવી છે. પવનની ગતિ 5 થી 10 કિલોમીટર આસપાસ રહે તેવી સંભાવના છે. ગુજરાતમાં બે દિવસ ઠંડીનું જોર યથાવત રહેશે તેવી આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે રાજકોટમાં કોલ્ડ વેવનું યેલો એલર્ટ જાહેર કર્યું છે.
કંડલા એરપોર્ટમાં 11.3 ડિગ્રી લધુત્તમ તાપમાન નોંધાયું
જ્યારે સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છમાં ઠંડીની અસર જોવા જઇએ તો, કેશોદમાં 11.7 ડિગ્રી, અમરેલીમાં 12.4 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 12.8 ડિગ્રી, પોરબંદરમાં 11.5 ડિગ્રી, ભાવનગરમાં 13.8 ડિગ્રી મહુવામાં 14.1 ડિગ્રી, દીવમાં 13.7 ડિગ્રી, દ્વારકામાં 15.2 ડિગ્રી, જામનગરમાં 13.2 ડિગ્રી, વેરાવળમાં 17.8 ડિગ્રી, ઓખામાં 20.2 ડિગ્રી, ભૂજમાં 11.4 ડિગ્રી, કંડલા એરપોર્ટમાં 11.3 ડિગ્રી લધુત્તમ તાપમાન નોંધાયું હતું.