Pushpa સ્ટાર Allu Arujnએ એક વર્ષમાં સરકારને ચૂકવ્યો આટલો ટેક્સ…
હાલમાં બોક્સ ઓફિસ અને પેજ થ્રી બંને પર અલ્લુ અર્જુન (Allu Arjun) સ્ટારર ફિલ્મ પુષ્પા (Pushpa-2)નો જ જાદુ છવાયેલો છે. દરરોજ ફિલ્મ કમાણીના નવા નવા રેકોર્ડ બનાવી રહી છે ત્યારે અલ્લુ અર્જુનને લઈને એક ચોંકાવનારી માહિતી સામે આવી છે. ચાલો જાણીએ શું છે આ શોકિંગ ન્યુઝ…
પેન ઈન્ડિયાના સુપર સ્ટાર અલ્લુ અર્જુનને કોઈ વિશેષ પરિચયની જરૂર નથી, કારણ કે તેની ફેન ફોલોઈંગ ખૂબ જ તગડી છે. મીડિયા રિપોર્ટ્સમાં કરવામાં આવેલા દાવા અનુસાર પુષ્પા-ટુએ અત્યાર સુધીમાં રૂપિયા 1000 કરોડની કમાણીનો આંકડો પાર કરી દીધો છે અને ફિલ્મની સ્ટાર કાસ્ટ આ સક્સેસનો સ્વાદ માણી રહી છે. આ ફિલ્મ માટે ભલે અલ્લુ અર્જુને કોઈ ફી નથી લીધી, પરંતુ તેને ફિલ્મના નફામાંથી 40 ટકા ભાગ ચોક્કસ મળવાનો છે.
અલ્લુ અર્જુનની ગણતરી અબજોપતિ સ્ટાર્સમાં કરવામાં આવે છે અને એક અહેવાલ અનુસાર અલ્લુ અર્જુનની કુલ સંપત્તિ 460 કરોડ રૂપિયા છે. આ સિવાય પુષ્પાની પ્રોપર્ટી વિશે વાત કરીએ તો હૈદરાબાદમાં અલ્લુ અર્જુન પાસે એક આલીશાન ઘર છે અને એની કિંમત 100 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર પણ તેના 27 મિલિયન ફોલોઅર્સ છે અને ત્યાં પણ બ્રાન્ડ પ્રમોશન કરીને તે સારી એવી કમાણી કરે છે. વિવિધ જાહેરાતો માટે પણ અલ્લુ અર્જુન કરોડો રૂપિયાની ફી વસૂલે છે.
Also Read – એક હજાર કરોડનો દલ્લો એકઠો કરી લીધો છતાં પુષ્પા-2 આ ફિલ્મોથી પાછળ
આ બધું સાંભળીને હવે તમને મનમાં સવાલ થઈ રહ્યો હશે કે જો અલ્લુ અર્જુનની કમાણી કરોડોમાં છે અને તે આટલો ધનવાન છે તો તેને સરકારને દર વર્ષે કેટલો ટેક્સ ચૂકવવો પડતો હશે? ચાલો તમને આનો જવાબ પણ આપી જ દઈએ. ફોર્ચ્યુન ઈન્ડિયાના રિપોર્ટ અનુસાર અલ્લુ અર્જુને ફાઈનાન્શિયલ યર 2024માં સરકારને 14 કરોડ રૂપિયા ટેક્સ તરીકે ચૂકવ્યા હતા અને આ રકમ નાની એવી તો નથી જ.
અલ્લુ અર્જુનની પ્રોફેશનલ લાઈફ વિશે વાત કરીએ તો હાલમાં જ તેની ફિલ્મ પુષ્પા ટુ થિયેટર્સમાં સારું પ્રદર્શન કરી રહી છે અને આ સાથે જ પુષ્પા-થ્રીની પણ જાહેરાત કરી દેવામાં આવી છે. દર્શકોમાં અત્યારથી જ ફિલ્મના ત્રીજા ભાગને લઈને ઉત્સુક્તા જોવા મળી રહી છે.