ટોપ ન્યૂઝનેશનલ

લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ એક સાથે ક્યારે યોજાશે?

નવી દિલ્હીઃ કેન્દ્રીય કેબિનેટે ‘વન નેશન વન ઇલેક્શન’ સંબંધિત બિલને મંજૂરી આપી દીધી છે. મોદી સરકાર સંસદના શિયાળુ સત્રમાં આ બિલ રજૂ કરી શકે છે. આ મહત્વપૂર્ણ ચૂંટણી સુધારા અંગે સરકાર તેને જેપીસીને hC મોકલી શકે છે, જેમાં તમામ રાજકીય પક્ષોના સૂચનો પણ લેવામાં આવશે. આ બધા વચ્ચે મોટો સવાલ એ પણ છે કે દેશમાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણી એક સાથે ક્યારે થશે?

પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના નેતૃત્વ હેઠળની સમિતિના અહેવાલમાં, નવી જોગવાઈ, કલમ 82A(1)નો સમાવેશ કરવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. તેમાં કહેવામાં આવ્યું છે કે રાષ્ટ્રપતિ સામાન્ય ચૂંટણી પછી લોકસભાની પ્રથમ બેઠકની તારીખ જાહેર કરશે.

એકસાથે ચૂંટણી ક્યારે થશે?
સૌથી મોટો પ્રશ્ન એ છે કે એક દેશ, એક ચૂંટણીનો આ મોટો સુધારો ક્યારે અમલમાં આવશે અને લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ એક સાથે ક્યારે થશે. આ અંગે સૂત્રોનું કહેવું છે કે જો કેન્દ્ર સરકાર દ્વારા પસાર કરાયેલા આ બિલો સંસદમાં કોઈપણ ફેરફાર વિના પાસ થઈ જાય છે તો એવો અંદાજ છે કે 2034માં લોકસભા અને વિધાનસભાની ચૂંટણી એક સાથે થઈ શકે છે.

સૂત્રોએ એમ પણ કહ્યું છે કે જો બિલો સુધારા વિના પસાર કરવામાં આવે છે, તો “નિયત તારીખ” 2029 માં ચૂંટાઈ રહેલી લોકસભાની પ્રથમ બેઠક દરમિયાન જ સૂચિત કરવામાં આવશે. તેનું કારણ એ છે કે આ વર્ષે ચૂંટાયેલી લોકસભાની પ્રથમ બેઠક પસાર થઈ ચૂકી છે અને આગામી લોકસભાનો સંપૂર્ણ કાર્યકાળ 2034 સુધીનો રહેશે.

સૂત્રોનું કહેવું છે કે આ અંદાજિત ટાઈમ ટેબલ ચૂંટણી પંચ માટે પણ વધુ સારું રહેશે, કારણ કે તે સમગ્ર દેશમાં મુક્ત અને નિષ્પક્ષ ચૂંટણીઓ કરાવવાની જવાબદારી સંભાળશે. ચૂંટણી પંચના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે રાજકીય સર્વસંમતિ બનાવવી અને સંસદમાં બિલ પાસ કરાવવું એ માત્ર શરૂઆત છે. ECI અધિકારીએ કહ્યું કે ખરું કામ ત્યાર બાદ શરૂ થશે. વિધાનસભા અને લોકસભા માટે એકસાથે મતદાનની સુવિધા આપવા માટે, કમિશને નવા ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીનો (EVM) માટે ઓર્ડર આપવાની જરૂર પડશે, જેમાં નોંધપાત્ર સમયની જરૂર છે.

Also Read – Breaking News : RBI ને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, પોલીસ ફરિયાદ દાખલ

ECI અધિકારીના જણાવ્યા અનુસાર, ચૂંટણી પંચને એકસાથે ચૂંટણી કરાવવા માટે જરૂરી EVMની સંખ્યા બમણી કરવા માટે મિનિમમઅઢીથી ત્રણ વર્ષનો સમય લાગશે. તેમણે કહ્યું કે માત્ર EVM ચિપ્સ અને અન્ય સામગ્રીની ખરીદીમાં સાતથી આઠ મહિનાનો સમય લાગશે. ECIL અને BIL જેવી કંપનીઓ એક સાથે આટલી માત્રામાં ઉત્પાદન કરી શકતી નથી. તેથી ત્રણેક વર્ષનો સમય તો લાગી જ જશે.

ચૂંટણી પંચના સૂત્રોએ એમ પણ કહ્યું છે કે જો સરકાર સર્વસંમતિ બનાવે અને 2025ના અંત સુધીમાં અથવા 2026ની શરૂઆતમાં બિલ પાસ કરાવે તો પણ ઉતાવળના કારણે આયોગને 2029માં One Nation One Election હેઠળ ચૂંટણી કરાવવામાં ભારે મુશ્કેલી પડશે. વ્યવસ્થા કરવામાં મોટી ભૂલો પણ થઈ શકે છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button