નવી દિલ્હીઃ દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં (Delhi Assembly Election) કૉંગ્રેસે 21 ઉમેદવારોના નામની (Congress List) જાહેરાત કરી હતી. ગુરુવારે થયેલી સીઈસી બેઠક બાદ ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા હતા. દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી (Delhi Ex CM Sheila Dikshit) શીલા દીક્ષિતના પુત્ર સંદીપ દીક્ષિત નવી દિલ્હી બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર છે. આ બેઠક પરથી અરવિંદ કેજરીવાલ ચૂંટણી લડે છે. આમ નવી દિલ્હી બેઠક પર સંદીપ દીક્ષિત અને અરવિંદ કેજરીવાલની ટક્કર થશે.
આમ આદમી પાર્ટી (Aam Aadmi Party) સાથે કોઈ ગઠબંધન ન હોવાથી કૉંગ્રેસે પોતાના દમ પર ચૂંટણી લડવા માટે ઉમેદવારો ઉતાર્યા છે. સીઈસીની બેઠકમાં પોતાના વિસ્તારમાં મજબૂત પકડ ધરાવતા નેતાઓના નામોને વિશેષ પ્રાથમિકતા આપવામાં આવી હતી. આ નામોને અંતિમ મંજૂરી માટે પાર્ટીની કેન્દ્રીય ચૂંટણી સમિતિને મોકલવામાં આવ્યા હતા. સમિતિએ એક બેઠક યોજી હતી અને ઔપચારિક રીતે નામોની જાહેરાત કરી હતી.
આ 21 નેતાઓમાં પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ દેવેન્દ્ર યાદવ, પૂર્વ પ્રદેશ અધ્યક્ષ અનિલ ચૌધરી અને અન્ય વરિષ્ઠ નેતાઓ સામેલ છે. આ નેતાઓમાં ઘણા પૂર્વ સાંસદો, પૂર્વ મંત્રીઓ, પૂર્વ ધારાસભ્યો અને પૂર્વ કોર્પોરેટરોનો સમાવેશ થાય છે. આ લોકોને તેમના વિસ્તારમાં પ્રભાવશાળી માનવામાં આવે છે. આ સિવાય પાર્ટીના પદાધિકારીઓ પણ આ યાદીમાં સામેલ છે.
Congress releases first list of 21 candidates for Delhi elections.
— ANI (@ANI) December 12, 2024
Delhi Congress chief Devender Yadav to contest from Badli, Ragini Nayak from Wazirpur, Sandeep Dikshit from New Delhi, Abhishek Dutt from Kasturba Nagar. pic.twitter.com/ceb8QcGCkK
કોને ટિકિટ ક્યાંથી મળી?
નરેલાથી અરુણા કુમારી, બુરાડીથી મંગેશ ત્યાગીને, આદર્શ નગરથી શિવાંક સિંઘલ, બાદલીથી દેવેન્દ્ર યાદવ, સુલ્તાનપુર માજરાથી જય કિશન, નાગલોઈ જાટથી રોહિત ચૌધરી, શાલીમાર બાગથી પ્રવીણ જૈન, વજીરપુરથી રાગિની નાયક, સદર બજારથી અનિલ ભારદ્વાજ, ચાંદની ચોકથી મુદિત અગ્રવાલ, બલ્લીમારાનથી હારૂન યુસુફ, તિલક નગરથી પીએસ બાવા, દ્વારકાથી આદર્શ શાસ્ત્રી, નવી દિલ્હીથી સંદીપ દીક્ષિત, કસ્તુરબા નગરથી અભિષેક દત્ત, છતરપુરથી રાજિંદર તંવર, આંબેડકર નગરથી જય પ્રકાશ, ગ્રેટર કૈલાશથી ગર્વિત સિંઘવી, પટપડગંજથી અનિલ કુમાર, સીલમપુરથી અબ્દુલ રહેમાન, મુસ્તફાબાદથી અલી મહેંદીને ટિકિટ મળી છે.
ગઠબંધન ન થવા પર કૉંગ્રેસની વ્યૂહરચના
આમ આદમી પાર્ટી સાથે ગઠબંધન ન થવા પર કૉંગ્રેસે સ્પષ્ટ કરી દીધું છે કે તેનો ધ્યેય મજબૂત અને લોકપ્રિય ઉમેદવારોને ચૂંટીને મહત્તમ બેઠકો જીતવાનો છે. પક્ષના વરિષ્ઠ નેતાઓનું માનવું છે કે આ પગલાથી કૉંગ્રેસને દિલ્હીના રાજકારણમાં પોતાને ફરીથી સ્થાપિત કરવામાં મદદ મળશે. કૉંગ્રેસનું આ પગલું વિધાનસભા ચૂંટણી માટે પક્ષની નવી વ્યૂહરચના પણ દર્શાવે છે.