મરણ નોંધ

જૈન મરણ

કચ્છી વિશા ઓશવાળ જૈન
પુનડીના દિનેશ કુંવરજી દેઢિયા (ઉં.વ. ૬૨) તા. ૧૦/૧૦/૨૩ના અવસાન પામેલ છે. પુરબાઈ કુંવરજીના પુત્ર. મીનાના પતિ. ધવલ, કેવલના પિતાજી. મણિલાલ, સવિતા, મહેન્દ્ર, હર્ષદના ભાઈ. કોડાયના મધુરીબેન મુલચંદના જમાઈ. પ્રા. શ્રી માટુંગા ક.શ્ર્વે.મૂ. જૈન સંઘ, શ્રી નારાણજી શામજી મહાજનવાડી, માટુંગા. ટા. ૪ થી ૫.૩૦.

બિદડા (અ.ફ.)ના હસમુખ રામજી મારૂ (ઉં.વ. ૭૦) તા. ૯-૧૦ના રોજ અવસાન પામેલ છે. માતુશ્રી સાકરબેન રામજી ઉમરશીના પુત્ર. હીના (કલ્પના)ના પતિ. પુનમ, મિત્તલ, હર્ષના પિતા. હેમચંદ, ધીરજ, નિરંજનાના ભાઇ. દેશલપુરના સ્વ. લક્ષ્મીબેન દેવજી વીરજી દેઢીયાના જમાઇ. પ્રાર્થના રાખેલ નથી. એડ્રેસ: હર્ષ મારૂ, બી-૧૦૬, મઝગાંવ એપાર્ટમેન્ટ, આર.બી. માર્ગ, નારીયેલ વાડી, મુંબઇ-૪૦૦૦૧૦.

હાલાપર હાલે ભોજાયના લક્ષ્મીબેન મુરજી હરીયા (ઉં.વ. ૮૫) ૭-૧૦-૨૩ના દેશમાં અવસાન પામેલ છે. તે મુરજી ઘેલા હરીયાના પત્ની. ઘેલા દેવશીના પુત્રવધૂ. પ્રેમીબાઇ હંસરાજ ભુલાના પુત્રી. કલ્યાણજી, જયંતી, પ.પૂ. નરેશ મુનિ, તારાચંદ, લીલબાઇ, ચંચળના બેન. લખમી, જયા, પુષ્પા, દમયંતી, હર્ષા, ગીતા, પ.પૂ. અક્ષિતાબાઇના માતૃશ્રી. પ્રાર્થના રાખેલ નથી. ઠે. કલ્યાણજી છેડા, એ/૧૨, શ્રી ઓમ શ્રધ્ધા હાઉસીંગ સોસાયટી, સાંઇનાથનગર, તુલીંજ રોડ, નાલાસોપારા (ઇ.).

કોડાયના કસ્તુરબેન કાનજી આશધીર સાવલાના જમાઇ મન્સુર ઉસ્માન યેરુણકર (ઉં.વ. ૭૪) ૮-૧૦-૨૩ના અવસાન પામેલ છે. રોહાના મરીયમબાનુ ઉસમાન યેરુણકરના પુત્ર. મુક્તાના પતિ. સાહીર, સાગરના પિતા. તલવાણાના નાનજી રામજી પટેલના દોહીત્ર જમાઇ. પ્રાર્થના રાખેલ નથી. નિવાસ: મુક્તા મન્સુર યેરુણકર, બી/૧૧૦૧, આવિરાહી હાઇટસ, જનકલ્યાણ નગર, ઓફ માર્વે રોડ, મલાડ (વેસ્ટ).

બાંભડાઇના મઠાંબાઇ સોની (ઉં.વ. ૮૯) તા. ૯-૧૦-૨૩ના અવસાન પામેલ છે. કુંવરબાઇ (રતનબેન) લીલાધર ભાવડના પુત્રવધૂ. લખમશીના ધર્મપત્ની. કેસરબાઇ, રાજુલ (પ્રભા), સાકરચંદ, કાંતિ, ભરત, વસંતના માતુશ્રી. સાભરાઇના હીરબાઇ રાયશી નેણશી ગોસરના સુપુત્રી. ગોવિંદજી-રૂક્ષ્મણી, શામજી-શાંતાબેન, બાંભડાઇના મોંઘીબેન વાલજી છેડાના બહેન. પ્રા. શુભમંગલ કાર્યાલય, ભાજી માર્કેટ, ડોંબીવલી (ઇ.) ૨ થી ૪.

વિશા પોરવાડ જૈન
સુરત નિવાસી, હાલ મુંબઈ, સ્વ.ભૂપેન્દ્ર જવેરીના પત્ની. સ્વ. પરાગના માતુશ્રી. દિશા, સનિલ અને નાવ્યાના દાદી. જીગરના દાદી સાસુ. શ્રીમતી વાસંતીબેન ભૂપેન્દ્ર જવેરી (ઉં.વ. ૮૪) મંગળવાર, તા. ૧૦ ઓક્ટોબર, ૨૦૨૩ના અરિહંતશરણ પામ્યા છે. લૌકિક વ્યવહાર બંધ છે.

દશા સ્થા. જૈન
વડીયા (દેવળી) નિવાસી હાલ અંધેરી સ્વ. સમજુબેન અવિચળદાસ કરશનજી દોશીના સુપુત્ર નવિનચંદ્ર (ઉં.વ. ૭૮), તે કોકિલાબેનના પતિ, તા. ૧૦-૧૦-૨૩ના અરિહંતશરણ પામેલ છે. તે વિમળાબેન છોટાલાલ વોરા, સ્વ. મંછાબેન જેઠાલાલ દોશી તથા સ્વ. ઉર્વશીબેન રવિન્દ્રકુમાર દોશી, સ્વ. કિર્તીભાઈ, સ્વ. જીતેન્દ્રભાઈ, સ્વ. હસમુખભાઈ તથા બકુલભાઈના ભાઈ તેમજ ફાલ્ગુની, કુંજન, નીપા અને મોનાના પિતાશ્રી. સ્વ. હિરાલાલ અમૃતલાલ ઝાટકિયાના જમાઈ. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. ૧૨-૧૦-૨૩ના રોજ સાંજે ૪ થી ૫.૩૦. સ્થળ- જાનકી બાઈ હોલ, દાદાભાઈ રોડ, ભવન્સ કોલેજ, અંધેરી-વેસ્ટ.

ઘોઘારી દશાશ્રીમાળી જૈન
પાલીતાણા નિવાસી હાલ હૈદ્રાબાદ શ્રી ચંદ્રકાંતભાઇ શીવલાલ કપાશી (ઉં.વ. ૯૩) હૈદ્રાબાદ મુકામે તા. ૧૦-૧૦-૨૩ના રોજ સ્વર્ગવાસી થયા છે. તે સ્વ. સવિતાબેન (દમયંતીબેન)ના પતિ. તે શીલાબેન (માયાબેન) દોશી, આશાબેન વોરા, ગીતાબેન શેઠ તથા ગીરીશભાઇ કપાશીના પિતાશ્રી. તે સ્વ. પ્રતાપભાઇ, અનંતરાય, સ્વ. કુમુદરાય, સ્વ. કાંતાબેન જમનાદાસ ગાંધી, સ્વ. નિર્મળાબેન નેમચંદ બોટાદરા તથા પ્રવિણાબેન મનસુખલાલ શાહના ભાઇ. તે સ્વ. રતિલાલભાઇ લાલચંદભાઇ ગાંધીના જમાઈ. તે સ્વ. સુભાશભાઇ દોશી, પ્રકાશભાઇ વોરા, વિજયભાઇ શેઠ તથા વિભાબેન કપાશીના સસરા. પ્રાર્થનાસભા ગુરુવાર, તા. ૧૨-૧૦-૨૩ના રોજ સવારે ૧૦:૦૦ વાગે હૈદ્રાબાદ મુકામે રાખેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે.

વેરાવળ વિશા ઓસવાલ જૈન
વેરાવળ નિવાસી હાલ મુંબઈ સ્વ. જયંતીલાલ ચુનીલાલ શાહના ધર્મપત્ની હસુમતિ (ઉં.વ. ૯૧) તે ૧૦/૧૦/૨૩ના રોજ અરિહંતશરણ પામેલ છે. તે કમળાવંતી હીરાલાલ વર્ધમાન શાહના સુપુત્રી. અમૃતલાલ, સ્વ. શશીકાંતભાઈ, મધુબેન, સ્વ. જીતુભાઇ, સંવિજ્ઞાશ્રીજી તથા ધર્મજ્ઞાશ્રીજીના ભાભી. જયશ્રી, ડોલી, ઓજસના માતુશ્રી. જીતેન્દ્રભાઈ, દક્ષાના સાસુ. દીપલ તથા દર્શના, પૂજા તથા ખુશ્બુના બા. લૌકિક વ્યવહાર બંધ છે.

ઘોઘારી વિળા શ્રીમાળી જૈન
પાલીતાણા હાલ મલાડ સુરજબેન વાડીલાલ શાહની સુપુત્રી ચિ. કૈલાસબેન શાહ (ઉં. વ. ૫૭) ૧૧-૧૦-૨૩ ને બુધવારના અરિહંતશરણ પામેલ છે. તે ભરતભાઈ ધર્મેન્દ્રભાઈ પ્રવિણાબેન ભરતકુમાર રમીલાબેન રમેશકુમાર મયુરયશાશ્રીજી મા. સાહેબ ભદ્રાબેન જીતેન્દ્રકુમારના બેન. નીતાબેન તથા તેજલબેનનાં નણંદ. હિંમતલાલ મગનલાલ શાહના ભત્રીજી. મોસાળ પક્ષ દુર્લભજી જેચંદ શાહના ભાણેજ. સાદડી ૧૨-૧૦-૨૩ને ગુરુવાર બપોરે ૩ થી ૬ રાખેલ છે. ઠે. ધર્મેન્દ્ર વી. શાહ, ૧૦૨, અજય એપાર્ટમેન્ટ, બચ્ચાનીનગર, મલાડ (ઈ).

વાગડ વિ. ઓ. જૈન
ભચાઉના સ્વ. અનિલભાઈ રણધીર છેડા (ઉં. વ. ૫૪) ૯-૧૦-૨૩ સોમવારે અવસાન પામેલ છે. તે સ્વ. નાથીબેન વિજપાર છેડાના પૌત્ર. અ. સૌ. જવેરબેન રણધીરના પુત્ર. તૃપ્તિના પતિ. ઉર્જાના પિતાશ્રી. જાગૃતિ દેવેનના મોટાભાઈ. સ્વ. વીરીબેન મોણશી કરશન ગાલાના જમાઈ. પ્રાર્થનાસભા ગુરુવાર, ૧૨-૧૦-૨૩ના ૩ થી ૪.૩૦. પ્રાર્થના સ્થળ: સભાગૃહ, દાદર, મુંબઈ.

દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
જૂનાગઢ હાલ ઘાટકોપર વિજયાબેન કોટીચા (ઉં. વ. ૧૦૦) તે સ્વ. જયંતીલાલ રણછોડદાસ કોટીચાના ધર્મપત્ની. તે સ્વ. સુશીલા, સ્વ. રવીન્દ્રનાથ- ભર્ગેન્દ્ર- ભાવના મહેન્દ્રભાઈ પારેખ- કલ્પના અશોકભાઈ શાહ- સાધના ભરતભાઈ ઝાટકીયા- અંજના ગિરીશભાઈ ગોસલીયાના માતુશ્રી. મંગળાબેન હરિમંગલદાસ મહેતાના પુત્રી. છાયા- પ્રવરના દાદીમા સોમવાર, ૯-૧૦-૨૩ના અરિહંતશરણ પામ્યા છે. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર સદંતર બંધ રાખેલ છે.

રાધનપુર તીર્થ જૈન
રાધાનપુર તીર્થ નિવાસી જિનેશ શાહ (ઉં. વ. ૫૫) તે પ્રદિનાબેન દિલીપભાઈ બાલચંદ શાહના પુત્ર. નેહાબેનના પતિ. હિર આકાશ મહેતાના પિતાશ્રી. હિરલ (સોની) સંજયકુમાર ઠક્કરના ભાઈ. મંજુલાબેન હસમુખલાલ તલસાણીના જમાઈ રવિવાર, ૧-૧૦-૨૩ના (તાઈવાન મુકામે) અરિહંતશરણ પામ્યા છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
નોંધણવદર હાલ બોરીવલી સ્વ. બળવંતરાય ગુલાબચંદ મહેતાના ધર્મપત્ની રંજનબેન મહેતા (ઉં. વ. ૭૮) ૧૧.૧૦.૨૩, બુધવારના અરિહંતશરણ પામેલ છે. તે પરેશ, રાકેશ, નિમેષ, નયનાબેન મનહરલાલ દોશી, કલ્પનાબેન પ્રકાશકુમાર ગાંધીના માતુશ્રી. તે હીના, નિલીની, પ્રીતિના સાસુ. જિનલ, સ્નેહલ, જય, અર્હમ, ધ્રુવી, શ્રેયાના દાદી. તે પિયર પક્ષે પાલીતાણાવાળા અનંતરાય અમરચંદ શાહ, નિર્મળાબેન નવીનચંદ્ર હકાણી, વિલાશબેન રમણીકલાલ શાહના બેન. ચક્ષુદાન કરેલ છે. સાદડી લૌકિક વ્યવહાર બંધ છે.

સોરઠ/ઘોઘારી વિશાશ્રીમાળી જૈન
બગસરા હાલ પાર્લા ઈસ્ટ ચંપકલાલ અમૃતલાલ જેચંદ વોરાના ધર્મપત્ની સવિતાબેન વોરા (વય ૯૪) ૧૧-૧૦-૨૩, બુધવારે અરિહંતશરણ પામ્યા છે. તેઓ દિનેશભાઈ-જયશ્રી, હરેન્દ્રભાઈ-પન્ના, નિલાબેન જયસુખભાઈ દોશી, મીરાબેન પ્રવીણભાઈ રવાસા, માયા મહેન્દ્રભાઈ શાહના માતુશ્રી. હાર્દિક-છાયા, જિનાંગ-દૃષ્ટિ, હિરલ અને માનસીના દાદી. પિયર પક્ષ અમૃતલાલ અમીચંદ સંઘવીના પુત્રી. નિવાસસ્થાન: ૨૦૨ અનિશા, સુભાષ રોડ, પાર્લા (ઈ). (લૌકિ વહેવાર રાખેલ નથી.)

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત