IND VS AUS: ત્રીજી ટેસ્ટ જીતવા રવિ શાસ્ત્રીએ ટીમ ઈન્ડિયાને આપ્યો ‘જીતમંત્ર’
બ્રિસ્બેનઃ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની આગામી ત્રીજી ટેસ્ટ મેચ માટે ભારતીય ટીમના પૂર્વ ક્રિકેટર અને ભૂતપૂર્વ મુખ્ય કોચ રવિ શાસ્ત્રીએ આજે ભારતીય ટીમ માટે મહત્ત્વનું નિવેદન આપ્યું હતું. ભારતીય કેપ્ટન રોહિત શર્માને લઇને કહ્યું હતું કે જો તે આત્મવિશ્વાસથી ભરપૂર વિરોધી ટીમને દબાણમાં લાવવા માંગે છે તો તેણે ઇનિંગ્સની શરૂઆત કરવી જોઈએ.
ભારતે 2017-18માં ઓસ્ટ્રેલિયામાં તેની પ્રથમ ટેસ્ટ શ્રેણી જીતી ત્યારે શાસ્ત્રી ટીમના ડિરેક્ટર તરીકે કાર્યરત હતા અને 2020-21માં છેલ્લા પ્રવાસમાં ઓસ્ટ્રેલિયાને ચોંકાવીને શાનદાર વાપસી કરી હતી. રોહિતને છઠ્ઠા નંબર પર બેટિંગ કરવા આવવાથી ભારતને સારા પરિણામો મળ્યા નથી.
આપણ વાંચો: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની મેચ અંગે સંજય રાઉતે શું કહ્યું?
એડિલેડમાં બીજી ટેસ્ટમાં ભારતને 10 વિકેટથી કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. આનાથી પાંચ મેચની સીરિઝ એક-એકથી બરાબરી પર રહી હતી અને શાસ્ત્રીનું માનવું છે કે તેનાથી શ્રેણીનું ભાવિ નક્કી થશે.
શાસ્ત્રીએ આજે કહ્યું હતું કે, “તે (રોહિત) છેલ્લા આઠ કે નવ વર્ષથી ઓપનિંગમાં બેટિંગ કરી પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરી રહ્યો છે. એવું પણ નથી કે તે દુનિયામાં ધૂમ મચાવા જઇ રહ્યો છે આ તેના માટે શ્રેષ્ઠ જગ્યા છે. જો તે ઓસ્ટ્રેલિયાને મુશ્કેલીમાં મુકવા માંગતો હોય તો તેણે પહેલા પ્રહાર કરવો પડશે. ઇનિંગ્સની શરૂઆત એ એકમાત્ર જગ્યા છે જ્યાંથી તે આ કરી શકે છે.
આપણ વાંચો: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ફાઇનલ વખતે યુવરાજ સિંહે કહી આ મોટી વાત…
,રોહિતે તેની છેલ્લી 10 ઇનિંગ્સમાં માત્ર એક જ અડધી સદી ફટકારી હતી. યશસ્વી જયસ્વાલ અને કેએલ રાહુલની ઓપનિંગ જોડીના સારા પ્રદર્શન બાદ શાસ્ત્રીએ કહ્યું હતું કે કેપ્ટનને મિડલ ઓર્ડરમાં બેટિંગ કરવા માટે સપોર્ટ કરતી વખતે તેમાં કોઈ ફેરફાર ન કરવો જોઈએ.
ભૂતપૂર્વ કેપ્ટને કહ્યું, “મને લાગે છે કે આ ટેસ્ટ મેચ જે પણ ટીમ જીતશે તે શ્રેણી જીતશે. મારા મનમાં જરાય શંકા નથી. તેથી ભારત યોગ્ય સંતુલન જાળવી રાખે તે ખૂબ જ જરૂરી છે.