સ્પોર્ટસ

Gukesh Well Done: Chess Champion ગુકેશને રાષ્ટ્રપતિ અને PM Modiએ આપ્યા અભિનંદન

નવી દિલ્હીઃ ભારતના ડી ગુકેશે ચેસના ઈતિહાસમાં સૌથી યુવા વર્લ્ડ ચેમ્પિયન બનીને ઈતિહાસ રચ્યો છે. ભારતીય સ્ટારે અંતિમ ગેમમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ડીંગ લિરેનને હરાવીને ટાઈટલ જીત્યું હતું. વિશ્વનાથન આનંદ બાદ ગુકેશ ચેસમાં વર્લ્ડ ચેમ્પિયન બનનાર બીજો ભારતીય બન્યો છે. ગુકેશને રાષ્ટ્રપતિ, વડા પ્રધાનથી લઈને અન્ય પ્રધાનોએ અભિનંદન આપ્યા હતા. સોશિયલ મીડિયા પર પણ લાખો ચાહકોએ ગુકેશને શુભેચ્છાઓ આપી હતી.

આજે ચેસ વર્લ્ડ ચેમ્પિયનશિપની 14મી અને અંતિમ ગેમમાં બ્લેક કલરના મોહરાથી રમતા ગુકેશે ચીનના લિરેનને હરાવ્યો હતો. રમત ટાઈ તરફ જઈ રહી હતી પરંતુ ભારતીય સ્ટારે માત્ર 14 ગેમમાં ટાઇટલ જીતીને ઇતિહાસ રચ્યો હતો.

જીત બાદ ગુકેશની આંખોમાં આંસુ હતા અને તે પોતાની જાતને કાબૂમાં રાખી શક્યો ન હતો કારણ કે 18 વર્ષની ઉંમરે તે ચેસમાં વિશ્વ ચેમ્પિયન બનનાર સૌથી યુવા ખેલાડી બન્યો હતો.

આપણ વાંચો: World Chess Championships: 18 વર્ષના ડી ગુકેશે રચ્યો ઇતિહાસ, સૌથી યુવા વર્લ્ડ ચેસ ચેમ્પિયન બન્યો

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ વર્લ્ડ ચેસ ચેમ્પિયન બનવા પર ગુકેશને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘એક્સ’ પર અભિનંદન આપ્યા હતા. તેમણે કહ્યું હતું કે વર્લ્ડ ચેસ ચેમ્પિયનશિપ જીતનાર સૌથી યુવા ખેલાડી બનવા બદલ ગુકેશને હાર્દિક અભિનંદન. તેણે ભારતને ઘણું ગૌરવ અપાવ્યું છે. તેમની જીત ચેસની મહાશક્તિના રૂપમાં ભારતના અધિકાર પર મોહર લગાવે છે. શાબાશ ગુકેશ! તમામ ભારતીય તરફથી હું શુભકામના પાઠવું છું કે તમે ભવિષ્યમાં પણ ગૌરવ અપાવશો.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘એક્સ’ પર ગુકેશને અભિનંદન આપ્યા હતા. વડા પ્રધાને લખ્યું હતું કે ઐતિહાસિક અને અનુકરણીય! ગુકેશ ડીને તેમની નોંધપાત્ર સિદ્ધિ બદલ અભિનંદન.

રમતગમત મંત્રી ડૉક્ટર મનસુખ માંડવિયાને અભિનંદન આપતાં લખ્યું હતું કે, “પ્રતિષ્ઠિત વિશ્વ ચેસ ચેમ્પિયનશિપનું ટાઇટલ જીતવા અને ચેસના ઇતિહાસમાં સૌથી યુવા વિશ્વ ચેમ્પિયન બનવા બદલ ડી ગુકેશને મારા હૃદયપૂર્વક અભિનંદન. તમારી મહેનત અને સમર્પણે સમગ્ર દેશને ગૌરવ અપાવ્યું છે!

આપણ વાંચો: વિશ્વ ચેસ સ્પર્ધામાં ગુકેશે સાત મિનિટમાં 15 ચાલ ચાલવાની હતી અને પછી…

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button