કુર્લા બસ અકસ્માત કે જાણીજોઇને કરેલું કૃત્ય?, પોલીસ તપાસમાં નવો વળાંક
મુંબઈ: કુર્લા બેસ્ટ બસ અકસ્માતની તપાસમાં એક નવો વળાંક આવ્યો છે. આ અકસ્માત ન હોઇ ઇરાદાપૂર્વક કરાયેલું કૃત્ય હોવાની શંકા પોલીસે વ્યક્ત કરી છે. સંજય મોરેએ બસનો ઉપયોગ એક શસ્ત્ર રીતે કરીને જાણીજોઇને રસ્તા પરની ગાડીઓ અને માણસોને કચડી કાઢ્યા કે એ બાબતે પોલીસ હવે તપાસ કરી રહી છે.
એક ન્યૂઝ અહેવાલ અનુસાર કુર્લા અકસ્માતને પ્રત્યક્ષ રીતે જોનારાનું કહેવું છે કે સંજય મોરે વાહનો અને લોકોને કચડી રહ્યો હતો ત્યારે તે આનંદમાં હસી રહ્યો હતો. સંજય મોરેનું કહેવું છે કે તેને ભારે વાહનો ચલાવવાનો ૩૦ વર્ષનો અનુભવ છે.
આ પણ વાંચો : કુર્લા કિલર બસ એક્સિડન્ટઃ બસની અંદરના ફૂટેજ વાઈરલ, જોઈ લો વીડિયો…
તો ૪૦૦થી ૪૫૦ મીટર સુધી ઇલેક્ટ્રિક બસ અનિયંત્રિત રીતે કાર અને લોકોને કેવી રીતે કચડી શકે? તેને આટલો અનુભવ હોવા છતાં તેને આ બધાનો અંદાજ કેવી રીતે ન આવ્યો? એવા સવાલ ઉઠવા લાગ્યા છે. તેથી પોલીસ હવે દરેક પાસાંને ચકાસી રહી છે. બસની તપાસ કરતા તેમાં કોઇ પણ ટેક્નિકલ ખામી નહોતી. ફક્ત સંજય મોરેએ ક્લચ સમજીને એક્સિલેટર પર પગ મૂક્યો હોવાને કારણે અકસ્માત થયો હોવાની શક્યતા વ્યક્ત કરાઇ રહી છે