રોજગારીઃ CM ભૂપેન્દ્ર પટેલે ૫૮૦ નવયુવાનને નિમણૂકપત્ર એનાયત કર્યા
ગાંધીનગરઃ મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના (Gujarat CM Bhupendra Patel) નેતૃત્વની વર્તમાન રાજ્ય સરકારના સેવા, સંકલ્પ અને સમર્પણના બે વર્ષ પૂર્ણ થઈ તૃતિય વર્ષમાં પદાર્પણ અવસરે રાજ્ય સરકારની સેવાઓમાં યુવાશક્તિના સામર્થ્ય અને કૌશલ્યને જોડવાનો સમારોહ ગાંધીનગરના મહાત્મા મંદિરમાં (Mahatma Mandir) યોજાયો હતો. આ અવસરે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે રાજ્ય સરકારના વિવિધ વિભાગોમાં નવી નિમણૂક પામેલા ૫૮૦ જેટલા યુવાનને નિમણૂક પત્રો (Appointment Letter) એનાયત કર્યા હતા. મુખ્ય પ્રધાનના દિશાદર્શનમાં રાજ્યસરકારે યુવાશક્તિના કૌશલ્યને જનતાની સેવામાં જોડવા સરકારી વિભાગોમાં ભરતી કેલેન્ડર અનુસાર સ્પર્ધાત્મક પરીક્ષાઓથી ભરતી પ્રક્રિયાને પ્રાથમિક્તા આપી છે.
મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે આવી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળ થઈને નિમણૂક પામી રહેલા યુવાઓને નિયુક્તિ પત્રો એનાયત કરતા સ્પષ્ટ પણે જણાવ્યું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સુશાસનની જે પ્રણાલી પ્રસ્થાપિત કરી છે તેને ટ્રાન્સપરન્ટ રિક્રૂટમેન્ટથી વર્તમાન સરકાર આળગ ધપાવી રહી છે. રાજ્યમાં વિકાસની જે નવી ક્ષિતિજો ખુલી છે તેના પરીણામે હવે લોકોની અપેક્ષાઓ વધી છે અને ટાઈમલી ડિલીવરી તથા ટ્રાન્સપરન્ટ ગવર્નન્સ જોઈએ છે.
આ પણ વાંચો : Ahmedabad: CM ભૂપેન્દ્ર પટેલે કર્યું શ્રમિક સુવિધા કેન્દ્રનું ઉદ્ઘાટન; શ્રમિકોને ભોજન પણ પીરસ્યું
બે વર્ષ સેવા, સંકલ્પ અને સમર્પણના…
— BJP Gujarat (@BJP4Gujarat) December 12, 2024
માનનીય મુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjp એ આજે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે રાજ્ય સરકારના શહેરી વિકાસ, માર્ગ અને મકાન, પંચાયત તેમજ સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગમાં પસંદગી પામેલ 581 જેટલા ઉમેદવારોને નિમણૂકપત્ર એનાયત કર્યા.
માનનીય… pic.twitter.com/9Riimd38CN
રાજ્ય સરકારે આ માટે પુરી પારદર્શિતાથી નવયુવાનોને સરકારી સેવામાં પસંદગી પામવાના અવસરો આપ્યા છે અને લાગવગ કે ભલામણોના તૌર-તરીકા હવે બંધ થઈ ગયા છે એમ તેમણે જણાવ્યું હતું. જે નવ યુવાઓને નિમણૂક પત્રો એનાયત થયા તેમાં પંચાયત સેવામા અધિક મદદનીશ ઈજનેર, માર્ગ મકાન વિભાગમાં મદદનીશ ઈજનેર, શહેરી વિકાસ વિભાગમાં પ્લાનિંગ આસીસ્ટન્ટ અને સર્વેયર તેમ જ સાયન્સ એન્ડ ટેક્નોલોજી વિભાગમાં આઈ.સી.ટી. ઓફિસર્સની જગ્યાનો સમાવેશ થાય છે.