અમિત શાહની બેઠક બાદ અજિત પવારનું મોટું નિવેદન, કેબિનેટ વિસ્તરણ અંગે શું કહ્યું?
અજિત પવાર સંસદમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહને મળ્યા, આ પછી અજિત પવારે રાજ્યના કેબિનેટ વિસ્તરણને લઈને મહત્વપૂર્ણ જાહેરાત કરી છે.
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: અજિત પવાર સંસદમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહને મળ્યા હતા. રાજ્યમાં પ્રધાનમંડળનું વિસ્તરણ અટકી પડ્યું હોવાથી અજિત પવાર અને અમિત શાહની બેઠક મહત્ત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. હવે પ્રધાનમંડળનું ચોક્કસ વિસ્તરણ ક્યારે થશે તે બાબતે અજિત પવારે મહત્વની જાહેરાત કરી છે.
આ પણ વાંચો: કાકાની મુલાકાત બાદ અજિત પવાર અમિત શાહ અને ફડણવીસ-મોદીને મળતા રાજકારણ ગરમાયું…
અજિત પવારે શું કહ્યું?
અમિત શાહ સાથે શેરડીના મુદ્દે ચર્ચા કરી. અમે શેરડીના ભાવ વધારવા વિનંતી કરી હતી. અજિત પવારે એવી માહિતી આપી હતી કે, અમિત શાહે કહ્યું છે કે તેઓ જાન્યુઆરી સુધીમાં આ મુદ્દે નિર્ણય લેશે.
કેબિનેટ વિસ્તરણને લઈને અમિત શાહ સાથે કોઈ ચર્ચા થઈ હતી? એવો સવાલ જ્યારે અજિત પવારને પૂછવામાં આવ્યો ત્યારે તેમણે કહ્યું હતું કે કેબિનેટનું વિસ્તરણ 14મીએ થશે. એનસીપી અજિત પવાર જૂથને કેટલા મંત્રી પદ મળશે? તેના પર બધાનું ધ્યાન લાગેલું છે.
આ પણ વાંચો: મહારાષ્ટ્ર સરકારમાં મંત્રીઓની ફોર્મ્યુલા નક્કી થઇ ગઇ! ભાજપને 20 તો શિંદે, અજિત પવારને આટલા વિભાગ
વાસ્તવમાં અત્યાર સુધી કેબિનેટની ફોર્મ્યુલા ફાઈનલ થઈ ન હોવાથી વિસ્તરણ અટકેલું હોવાનું માનવામાં આવે છે. એકનાથ શિંદે ગૃહ મંત્રાલયને લઈને મમતે ચડ્યા છે, જ્યારે અજિત પવાર નાણાં ખાતું પોતાની પાસે સાચવી રાખવા માગે છે.
અહીં ઉલ્લેખનીય છે કે ફડણવીસ અને અજિત પવાર એકસાથે દિલ્હીમાં હોવા છતાં બધા જ નેતાને અલગ અલગ મળી રહ્યા છે. ફડણવીસ બુધવારે રાતે અમિત શાહને મળ્યા હતા, જ્યારે અજિત પવાર ગુરુવારે મળ્યા હતા. અમિત શાહને મળ્યા પહેલાં અજિત પવારે કાકા શરદ પવારની લીધેલી મુલાકાતને પણ બાર્ગેનિંગમાં કાકાની મદદ લેવાની દૃષ્ટિએ જોવામાં આવી રહી છે.