આપણું ગુજરાત

રાજકોટના પડધરી નજીક યુવતીની હત્યા કરી લાશ સળગાવી દીધી

અમદાવાદ: રાજકોટ જિલ્લાના પડધરીનાં ખામટા ગામની સીમમાંથી અજાણી યુવતીની ઠંડા કલેજે હત્યા કરી સળગાવી દેવાયેલ હાલતમાં માનવ અવશેષો મળી આવતાં સનસનાટી મચી જવા પામી હતી. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર પડધરી તાલુકાના ખામટા ગામની સીમમાં આવેલ ધારપર ખુલ્લા પ્લોટમાં સળગી ગયેલી હાલતમાં પડેલા લાકડાની વચ્ચેથી માનવ અવશેષો પણ સળગેલી હાલતમાં મળી આવ્યા હતાં. અહીં કોઈ અજુગતી ઘટના બની હોવાની મજુરોએ ગામના આગેવાનોને જાણ કરતાં પડધરી પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી તપાસ કરતાં કોઈ યુવતીની ઠંડા કલેજે હત્યા કરી પુરાવાનો નાશ કરવા અને યુવતીની ઓળખ ન થાય તે માટે લાશને સળગાવી દીધી હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે માનવ અવશેષો કબજે કરી ફોરેન્સીક પીએમ માટે રાજકોટ મેડિકલ કૉલેજ મોકલી આપ્યા હતાં. પોલીસે આસપાસના સીસીટીવી કેમેરાના કૂટેજ તપાસ માટે લઈ વધુ તપાસ હાથ ધરી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button