આપણું ગુજરાત

અમદાવાદમાં આવકવેરા વિભાગના ૨૦ સ્થળે દરોડા

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: શહેરમાં આવકવેરા વિભાગ દ્વારા ૨૦ જેટલા સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા છે. ૧૦૦થી વધુ અધિકારી આ દરોડામાં જોડાયા છે. શહેરના જાણીતા બે કેમિકલના વેપારીઓને ત્યાં બુધવાર સવારથી આવકવેરા વિભાગે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું.

પ્રાપ્ત માહિતી માહિતી અનુસાર, બુધવારે આવકવેરા વિભાગની ટીમ શહેરના ૨૦ જેટલા સ્થળો પર ત્રાટકી હતી. અમદાવાદ શહેરના બે મોટા કેમિકલ વેપારીઓને ત્યાં મેગા સર્ચ ઓપેરશન હાથ ધરાયું હતું. આ વેપારીઓમાં ધારા કેમિકલ અને બ્લીચ કેમિકલ હોવાનું બહાર આવ્યું હતુ. બેનામી વ્યવહારોની આશંકાના પગલે આઇટી વિભાગ દ્વારા આ દરોડા હાથ ધરાયા છે. અત્રે ઉલ્લેખનીય છેકે, થોડા સમય પહેલા આવકવેરા વિભાગ દ્વારા બિલ્ડરો પર મેગા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું અને હવે કેમિકલ ઉદ્યોગ સાથે જોડાયેલા બે વેપારીઓને ત્યાં સર્ચ ઓપરેશન ધરવામાં આવતા જ્વેલર્સ, બિલ્ડર્સ સહિત વેપારીઓ અને ઉદ્યોગપતિઓમાં ફફડાટ ફેલાયો છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button