નેશનલ

Mahakumbh 2025: કુંભમાં ખોવાયેલા લોકોને AI શોધી કાઢશે, આ નંબર નોંધી લો!

પ્રયાગરાજ: આગામી વર્ષે 13મી જાન્યુઆરીથી મહાકુંભની શરૂઆત થશે. પ્રયાગરાજમાં યોજાનાર મહાકુંભની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે ત્યારે વિશેષ ટ્રેનો દોડાવવાની સાથે સુરક્ષા મુદ્દે નિયમિત રીતે સમીક્ષાઓ પણ કરવામાં આવી રહી છે. જોકે, 2025માં યોજાનારા મહાકુંભ પર ડિજિટલાઈઝેશનની અસર જોવા મળશે અને તેના કારણે મહાકુંભમાં ખોવાઈ ગયેલા લોકોને હવે AI એટલે કે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સની મદદથી શોધવામાં આવશે.

‘ખોયા-પાયા સેન્ટર’ બનાવવાનો હેતુ શું?
હવે ડિજિટલાઇજેશનની અસર મહાકુંભમાં ‘ખોયા-પાયા સેન્ટર’માં જોવા મળી રહી છે. મહાકુંભમાં બનેલા ખોયા-પાયા કેન્દ્ર પણ કમ્પ્યુટરાઈઝ્ડ છે. આ સાથે હેલ્પલાઈન નંબર 1920 પણ જાહેર કરવામાં આવ્યો છે. આ હેલ્પલાઈન નંબર મુખ્યત્વે ખોયા-પાયા કેન્દ્રો માટે જ જારી કરવામાં આવ્યો છે, પરંતુ આ રીતે કમ્પ્યુટરાઈઝ્ડ ખોયા-પાયા સેન્ટર બનાવવાનો હેતુ શું છે?

કઈ રીતે કરશે AI કામકાજ?
આ વિશે વાત કરતાં મેજિસ્ટ્રેટ જ્ઞાન પ્રકાશે કહ્યું હતું કે આ વખતે અમે ‘ખોયા-પાયા સેન્ટર’ને ડિજિટલી સ્વરૂપમાં લાવ્યા છીએ અને તેનો અર્થ એ છે કે કેટલીક વસ્તુઓ કમ્પ્યુટરાઈઝ્ડ થઈ જશે. આમાં લોકોના ફોટોગ્રાફ લેવા, તેમનો ડેટા એકત્ર કરવો અને પછી ડેટા અમલમાં મૂકવા વગેરેનો સમાવેશ થાય છે. તેણે કહ્યું, ‘AI ટેક્નોલોજીની મદદથી શબ્દો અને ડિસ્ક્રિપ્શન દ્વારા જે પણ ડેટા આપો છો તેના દ્વારા નવો ડેટા બનાવવામાં આવે છે. જે રીતે પોલીસ વિભાગ અગાઉ સ્કેચિંગ કરતું હતું, તે જ રીતે અમે AIનો ઉપયોગ કરીને સ્કેચિંગ દ્વારા લોકોને ટ્રેસ કરીશું.

આ પણ વાંચો : પ્રયાગરાજમાં મહાકુંભ મેળાની તડામાર તૈયારીઓ, 26 મુખ્ય ચોક પર મુકાશે અર્જુન અને ગરુડ સહિતની પ્રતિમાઓ…

10 કમ્પ્યુટરાઈઝ ખોયા-પાયા કેન્દ્રો
મહાકુંભમાં કુલ 10 કમ્પ્યુટરાઈઝ ખોયા-પાયા કેન્દ્રો ઉભા કરવામાં આવ્યા છે, જેમાં એક મુખ્ય કેન્દ્ર છે. અહીં કામગીરી અને કેન્દ્રીકરણ પણ થશે. આ સાથે MIS સર્વર રૂમ પણ બનાવવામાં આવ્યો છે, જ્યાં તમામ ડેટા એકત્રિત કરવામાં આવશે તેમ જ જો કોઈ વ્યક્તિ ખોવાઈ જાય તો તેઓ 1920 હેલ્પલાઈન નંબર પર કોલ કરીને માહિતી આપી શકશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button