ઇન્ટરનેશનલ

ટ્રમ્પ સત્તા સંભાળ્યાના પ્રથમ દિવસથી લેશે આકરા નિર્ણય, ઇમિગ્રેશન પર લઇ શકે છે મોટો ફેંસલો

વૉશિંગ્ટનઃ સુપરહિટ ફિલ્મ પુષ્પામાં લીડ કેરેકટર અલ્લુ અર્જુનનો જાણીતો ડાયલૉગ – ‘ફ્લાવર નહીં ફાયર હૈ મૈં’ ખૂબ જાણીતો છે. જોકે હવે આ ડાયલૉગ ડોનાલ્ડ ટ્રમ્પ પર બંધ બેસતો નજરે પડી રહ્યો છે. જેનું કારણે 20 જાન્યુઆરી, 2025 છે. આ દિવસે અમેરિકાના રાષ્ટ્રપતિ પદના શપથ લેશે અને તેના થોડા જ કલાકોમાં કેટલાક બૉલ્ડ ફેંસલા કરી શકે છે. જેની વ્યાપક અસર જોવા મળશે.

ટ્રમ્પે ચૂંટણીમાં જીત બાદ કહ્યું હતું કે, જો હું રાષ્ટ્રપતિ પદના શપથ લઈ તે દિવસથી જ કામ કરીશ. શપથ લીધા બાદ પહેલા દિવસે જ ટ્રમ્પ અનેક ચોંકાવનારા ફેંસલા લઈ શકે છે. 20 જાન્યુઆરીએ શપથ ગ્રહણ કર્યા બાદ ટ્રમ્પ 25થી વધારે એક્ઝિક્યુટિવ ઑડર્સ પર સાઇન કરી શકે છે. તેમાં ઇમિગ્રેશનથી લઈ એનર્જી સેક્ટરના મોટા ફેંસલા સામેલ છે. અનેક એક્ઝિક્યુટિવ ઑડર્સના ડ્રાફ્ટ તૈયાર કરવામાં આવી શકે છે.


Also read :ટ્રમ્પના આગમન સાથે ભારતને મોટો ફટકો પડી શકે છે, ટ્રમ્પે આવી ચીમકી ઉચ્ચારી


ટ્રમ્પે તેના પહેલા કાર્યકાળમાં પણ આવા જ ફેંસલા આપ્યા હતા, જેને લઇ ચોંકાવ્યા હતા. બાઇડેને શપથ લીધા બાદ પહેલા જ દિવસે 17 એક્ઝિક્યુટિવ ઑડર્સ સાઇન કર્યા હતા. પરંતુ તેમાંથી મોટાભાગના ટ્રમ્પની નીતિઓ સામે હતા. ટ્રમ્પ બીજી ઈનિંગ શરૂ કરવા જઈ રહ્યા છે ત્યારે તેઓ બાઇડેનની નીતિ પલટતાં આદેશ આપી શકે તેમ માનવામાં આવે છે.

ટ્રમ્પના પ્રવક્તા કૈરોલિન લેવિટે જણાવ્યું કે, ટ્રમ્પે જે વાયદા કર્યા હતા તેના પર અમેરિકા ભરોસો કરી શકો છે. તેને પ્રથમ દિવસે જ પૂરા કરી શકે છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ઘણી વખત તેમના ચૂંટણી વાયદા પૂરા કરવા અને સંસદની લાંબી પ્રક્રિયાથી બચવા માટે એક્ઝિક્યુટિવ ઑર્ડર પાસ કરી શકે છે. જોકે, આ ઑર્ડરને અદાલતમાં પડકારી શકાય છે. તેની સાથે જ આ ઑર્ડર્સ દ્વારા જે યોજના લાગુ કરવામાં આવે છે તેના ફન્ડિંગ માટે સંસદની મંજૂરી જરૂરી હોય છે.

સૂત્રોના જણાવ્યા મુજબ, શપથ લીધાના થોડા દિવસો કે સપ્તાહમાં પણ એક્ઝિક્યુટિવ ઑર્ડર જાહેર કરી શકાય છે. આ સમગ્ર કામની જવાબદારી ટ્રમ્પના જૂના સાથી સ્ટીફન મિલરની પાસે છે. મિલર વ્હાઇટ હાઉસમાં ચીફ એડવાઇઝર પણ હશે.

ઇમિગ્રેશનનો મુદ્દો છે સૌથી મહત્વનો

પ્રથમ દિવસે જ ટ્રમ્પ જે એક્ઝિક્યુટિવ ઑર્ડર જાહેર કરી શકે છે તેમાં ઇમિગ્રેશનનો મુદ્દો સૌથી મહત્વનો છે. ચૂંટણી દરમિયાન ટ્રમ્પનું પૂરું ધ્યાન ઇમિગ્રેશન પર જ હતું. ટ્રમ્પ પ્રથમ દિવસે જ એક ઑર્ડર જાહેર કરીને મેક્સિકો બૉર્ડર પર વધુ સૈનિક મોકલી શકે છે. ઉપરાંત અધિકારીઓ ક્રિમિનલ રેકોર્ડ વાળા ગેરકાયદે પ્રવાસીઓની ધરપકડ કરવા અને મેક્સિકો સીમા પર ફરીથી દીવાલ બનાવવામાં આવી શકે છે.


Also read :ટ્રમ્પની તેજીને પરિણામે કૅનેડા, ઈટાલીની જીડીપી કરતાં ક્રિપ્ટોની માર્કેટ કેપ ઊંચી સપાટીએ


ટ્રમ્પે તાજેતરમાં એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, તેઓ પ્રથમ દિવસથી જ જન્મજાત નાગરિકતા વાળી જોગવાઈને ખતમ કરવાની યોજના બનાવી રહ્યા છે. બાળકના માતા-પિતા ગમે તે દેશના હોય પરંતુ અમેરિકામાં જન્મ લેતા દરેક બાળકને જન્મની સાથે જ દેશની નાગરિકતા મળી જાય છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button