મનોરંજન

Stree અને Spider Manની થઈ મુલાકાત, પછી થયું કંઈક એવું કે….

2024માં બોક્સ ઓફિસ પર બે જ ફિલ્મોનો જાદુ ચાલ્યો એમાંથી એક એટલે સ્ત્રી-ટુ (Stree-2) અને ડિસેમ્બરમાં રિલીઝ થયેલી ફિલ્મ પુષ્પ-2 (Pushpa-2). કમાણીના મામલામાં બંને ફિલ્મોએ અનેક રેકોર્ડ બ્રેક કર્યા છે. આ બધા વચ્ચે સ્ત્રી ફેમ એક્ટ્રેસ શ્રદ્ધા કપૂર (Shraddha Kapoor) હાલમાં રેડ સી ફેસ્ટિવલ માટે જેદ્દાહ પહોંચી હતી અને એ સમયનો તેનો લૂક સોશિયલ મીડિયા પર ધૂમ વાઈરલ થઈ રહ્યો છે. આ દરમિયાન સ્ત્રીની મુલાકાત સ્પાઈડરમેન સાથે થઈ હતી એ સમયના ફોટો પણ સોશિયલ મીડિયા પર તૂફાન વાઈરલ થઈ રહ્યા છે.

ચાલો જોઈએ શ્રદ્ધાનો લૂક-
પોતાની સાદગી માટે જાણીતી શ્રદ્ધા કપૂરે સુંદર સિક્વનવાળું ટ્યુબ કોર્સેટ લૂકનો ગાઉન પહેર્યો હતો. ફાલ્ગુની શેનના મોરની ગાઉનમાં શ્રદ્ધા ખૂબ ડોલ જેવી સુંદર લાગી રહી હતી. આ સમયે શ્રદ્ધા કપૂર સાથે સ્પાઈડરમેન પણ જોવા મળ્યો હતો અને તેણે પણ લાઈમલાઈટ લૂંટી હતી. નેટિઝન્સને સ્ત્રી અને સ્પાઈડરમેનની શાનદાર મુલાકાત અને ક્લાસી લૂક્સ એકદમ કોમ્પિલમેંટિંગ છે.


Also read: Sonakshi Sinhaની આ હરકત જોઈ ગુસ્સે ભરાશે ભાઈ Luv Sinha? Zahir Iqbal જ છે કારણ…


મલ્ટિકલર સિક્વનવાળું આ ફિશકટ લોન્ગ ટ્રેલ ગાઉન ખૂબ જ એકદમ પ્રિન્સેસવાળી વાઈબ્સ આપી રહ્યું છે. ગાઉન પર સુંદર ફૂલ-પાંદડાની ડિઝાઈન પણ બનાવવામાં આવી છે અને એની સાથે વન શોલ્ડર સ્લીવ્ઝે ગાઉનની સુંદરતામાં ચાર ચાંદ લગાવ્યા હતા. શ્રદ્ધાનો ગાઉન ટ્રેડિશનલ અને મોર્ડન ફેશનનો કોમ્બો લાગી રહ્યો છે. કોર્સેટ નેકલાઈન પણ ખૂબ જ સુંદર લાગી રહી છે.

ટ્યુબવાળા આ સુંદર મોરની ઈફેક્ટ આપતાં ગાઉનમાં શ્રદ્ધાએ પોતાની પ્રિન્સેસ મોમેન્ટ શેર કરી હતી. આ સુંદર આઉટફિટ સાથે શ્રદ્ધાએ રેડ કલરની લિપસ્ટિક, સિલ્વર આઈ મેકઅપ અને નો જ્વેલરી લૂક ખૂબ જ કમાલનો લાગી રહ્યો હતો. તમે પણ શ્રદ્ધાનો આ બ્યુટીફૂલ લૂક ના જોયો હોય તો અત્યારે જ જોઈ લો-

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button