આપણું ગુજરાત

વાઈબ્રન્ટ ગુજરાત: મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલની મુંબઇમાં ઉદ્યોગપતિઓ સાથે વન ટૂ વન બેઠકો

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ૨૦૨૪ને અનુલક્ષીને મુંબઈ ખાતે અગ્રણી ઉદ્યોગ સંચાલકો સાથે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે વન ટુ વન બેઠકો કરી હતી.

પ્રાપ્ત માહિતી મુજબ પટેલે ટાટા સન્સ પ્રા. લિ.ના ચેરમેન નટરાજન ચંદ્રશેખરન સાથે વન ટુ વન બેઠક યોજી હતી જેમાં નટરાજને પાવર, ઓટોમોબાઈલ, કેમિકલ્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી બિઝનેસમાં હાજરી સાથે ટાટા ગ્રુપ ગુજરાતમાં સૌથી મોટા રોકાણકારોમાંનું એક છે એવો નિર્દેશ કર્યો હતો. કંપનીની સાણંદ ફેસેલિટીમાં ફ્લેક્સિબલ એસેમ્બલી લાઇન છે અને તે ઇવી મોડલ સહિત ટિગોર અને ટિયાગો જેવા પેસેન્જર વાહનોના વિવિધ મોડલનું ઉત્પાદન ટાટા જૂથ કરે છે તેની વિગતો જણાવી હતી. નટરાજને ગુજરાતમાં રોકાણો અંગે વિસ્તૃત માહિતી આપતા કહ્યું હતું કે, ટાટા ગ્રૂપે સાણંદમાં રૂપિયા ૧૩,૦૦૦ કરોડના ખર્ચે ઇવી બેટરી પ્લાન્ટનું નિર્માણ કરવા માટે કરાર પર હસ્તાક્ષર કર્યા છે. ટાટા ગ્રૂપની પેટાકંપની ટાટા અગરતાસ એનર્જી સ્ટોરેજ સોલ્યુશન્સ પ્રા. લિ. એ લિથિયમ-આયન કોષોના ઉત્પાદન માટે ગીગા-ફેક્ટરી સ્થાપવા માટે ગુજરાત સરકાર સાથે એમઓયુ પર હસ્તાક્ષર કર્યા છે.

ભૂપેન્દ્ર પટેલે વાયબ્રન્ટ સમિટ પૂર્વેની બેઠકોમાં મુંબઈ ખાતે કોટક મહિન્દ્રા બૅંકના એમડી અને સીઈઓ શ્રી દીપક ગુપ્તા સાથે પણ બેઠક યોજી હતી. આ બેઠક દરમિયાન ગુપ્તાએ કોટક મહિન્દ્રા બૅંકે ગિફ્ટ સિટીમાં શરૂ કરેલા તેના ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સર્વિસીસ સેન્ટરના બૅંકિંગ યુનિટની વિગતો આપી હતી. સરકારની ૭૫ જિલ્લાઓમાં ૭૫ ડિજિટલ બૅંકિંગ યુનિટ્સ પહેલ સાથે ભાગીદારી કરીને કોટક મહિન્દ્રા બૅંક લિમિટેડે ગુજરાતમાં સુરત અને મહેસાણા ખાતે બે ડિજિટલ બૅંકિંગ એકમો શરૂ કર્યા છે તેમજ સીએસઆર હેઠળ બૅંકે શ્રોફ ફાઉન્ડેશન ટ્રસ્ટ સાથે મળીને કુશલતા કા નિર્માણ – ગુજરાતમાં કૌશલ્ય વિકાસ માટે સીએસઆર પ્રોજેક્ટ શરૂ કર્યો હોવાની વિગતો આપી હતી.

મુખ્ય પ્રધાને અમદાવાદમાં આગામી ડિસેમ્બરમાં આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત સ્ટાર્ટઅપ કોન્ક્લેવમાં અને ૧૦મી જાન્યુઆરી ૨૦૨૪ના રોજ ગિફ્ટ સિટી, ગાંધીનગર ખાતે યોજાનારી મુખ્ય સમિટ ઇવેન્ટમાં ભાગ લેવા માટે આ ઉદ્યોજકોને આમંત્રણ પણ આપ્યું હતું. આ વન-ટુ-વન મુલાકાત બેઠકની શૃંખલામાં લાર્સન એન્ડ ટૂબ્રોના ચેરમેન એસ. એન. સુબ્રહ્મણ્યન સાથે પણ મુખ્ય પ્રધાને મુલાકાત કરી હતી. મુલાકાત દરમિયાન એલએન્ડટીના ચેરમેને ગૃપ વિશે માહિતી આપતા કહ્યું હતું કે, ટેકનોલોજી, એન્જિનિયરિંગ, બાંધકામ અને ઉત્પાદનમાં અજોડ ક્ષમતાઓ ધરાવતું ૮૦ વર્ષથી વધુ જૂનું ઉદ્યોગ જૂથ છે. એલએન્ડટી ક્ધસ્ટ્રક્શન્સ દેશના પ્રથમ હાઈ-સ્પીડ રેલ કોરિડોર, મુંબઈ-અમદાવાદ હાઈ-સ્પીડ રેલના અમુક વિભાગોને એક્ઝિક્યુટ કરી રહી છે. કંપનીએ સુરતના હજીરામાં કે-નાઇન વજ્ર ટેન્કનું નિર્માણ કર્યું છે. આ ઉપરાંત હઝીરા ખાતે આલ્કલાઇન ઇલેક્ટ્રોલીસીસ પ્રોસેસ આધારિત ગ્રીન હાઇડ્રોજનનું ઉત્પાદન શરૂ કર્યું છે અને આ માટે ૧૦૦૦ કરોડનું રોકાણ કર્યું છે એમ જણાવ્યું હતું. તેઓ તેમના મોટા ભાગના પ્રોજેક્ટ માટે ગુજરાતમાં જ રોકાણને પ્રથમ પસંદગી આપે છે તેમ પણ એલએન્ડટીના ચેરમેને જણાવ્યું હતું. તેમણે ગુજરાતમાં આગામી આયોજન અંગે ચર્ચા કરી હતી. તેમાં એલએન્ડટી ફાઇનાન્સ હોલ્ડિંગ્સના મિલકતોના રિટેલ પોર્ટફોલિયોમાં વિસ્તારની યોજના અંગે માહિતી આપી હતી. તેમજ ગત વર્ષે એલએન્ડટીએ રૂપિયા સાત હજાર કરોડના રોકાણથી વડોદરામાં આઇટી અને આઇટી-સક્ષમ સેવાઓ માટે પાર્ક સ્થાપવા માટે ગુજરાત સરકાર સાથે સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા છે તેની પણ વિગતો આપી હતી.

મુખ્યમંત્રીએ એલએન્ડટી ૨૦૦૫થી વાયબ્રન્ટ સમિટમાં સક્રિય ભાગીદાર રહ્યું છે એમ જણાવી આગામી ૨૦૨૪માં યોજાનાર વાઈબ્રન્ટ સમિટમાં ભાગ લેવા માટે તેમને નિમંત્રણ આપ્યું હતું.

ગુજરાતના મુખ્ય પ્રધાને વન ટુ વન બેઠક અંતર્ગત ગોદરેજ ઇન્ડસ્ટ્રીઝ લિ.ના કોર્પોરેટ અફેર્સ ગ્રુપ પ્રેસિડેન્ટ રાકેશ સ્વામી સાથે પણ બેઠક યોજી હતી. સ્વામીએ ગોદરેજ ગૃપના ગુજરાતમાં દહેજ ખાતે સ્થિત પ્રોસેસ ઇક્વિપમેન્ટ ઉત્પાદન એકમ તથા વાલિયા ખાતેના કેમિકલ્સ બિઝનેસ મેન્યુફેક્ચરિંગ એકમ અંગે વિગતો આપી દહેજમાં એકમમાં વર્ષ ૨૦૨૫ સુધીમાં વધારાના ૩૦૦ કરોડ રૂપિયાના રોકાણ અંગે કંપનીની પ્રતિબદ્ધતા દર્શાવી હતી. તેમણે હાઇડ્રોજન અને પાવર સેક્ટરમાં સ્પેશિયલાઈઝ્ડ અને મોટા ઇક્વિપમેન્ટની ડિલિવરી માટે કંપની પોતાની મજબૂત હાજરી માટે રોકાણ કરવા અંગેના ભાવિ આયોજનથી મુખ્ય પ્રધાનને માહિતગાર કર્યા હતા. પ્રતિસાદ આપતાં મુખ્ય પ્રધાને જણાવ્યું હતુ કે તેમના આ પ્રોજેક્ટ્સ માટે પોલિસી ડ્રિવન ગુજરાત સ્ટેટ બેસ્ટ ડેસ્ટિનેશન છે અને આગામી વાયબ્રન્ટ સમિટમાં ભાગ લેવા તેમને આમંત્રણ આપ્યું હતું.

ભૂપેન્દ્ર પટેલ સાથે મુંબઈમાં વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ૨૦૨૪ કર્ટેન રેઈઝર અંતર્ગત વન ટુ વન બેઠકોની શૃંખલામાં આઈ.ટી.સી. લિમિટેડના ચરેમેન અને એમ.ડી. સંજીવ પુરી સાથે બેઠક યોજાઇ હતી. આઈ.ટી.સી. ગ્રુપ હોટેલ્સ, પેકેજિંગ, એગ્રી બિઝનેશ જેવાં ક્ષેત્રોમાં પોતાનું કાર્યક્ષેત્ર વિસ્તારી રહ્યું છે તે અંગે પુરીએ પટેલને માહિતગાર કર્યા હતા. ભૂપેન્દ્ર પટેલે ગુજરાતમાં ટૂરિઝમ ક્ષેત્રના વિકાસ માટેની જે પ્રોત્સાહક નીતિઓનો રાજ્ય સરકાર દ્વારા અમલ થાય છે તેની પણ આ મુલાકાત દરમિયાન ચર્ચા થઇ હતી અને રાજ્ય સરકારે સહયોગની તત્પરતા દર્શાવી હતી.

રાજ્યમાં નેક્સ્ટ વેવ ઓફ ગ્રોથ દિલ્હી-મુંબઈ ઈન્ડસ્ટ્રીયલ કોરિડોરને ગણાવી મુંબઈ અમદાવાદ હાઈ-સ્પીડ રેલ, ગિફ્ટ સિટી, ડ્રીમ સિટી, હાઇબ્રિડ સોલાર અને વિન્ડ રિન્યુએબલ એનર્જી પાર્ક અને ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજન જેવા ફ્યુચરિસ્ટિક ઇન્ડસ્ટ્રિયલ ઇન્ફ્રાસ્ટ્રકચરના માધ્યમથી આવશે એવું મુખ્ય પ્રધાને જણાવ્યું હતું. ગેટ વે ટુ ધ ફ્યુચરની થીમ સાથે વાઇબ્રન્ટ સમિટમાં સેમિક્ધડક્ટર, ગ્રીન હાઈડ્રોજન એનર્જી, ઇવી, ક્લાઈમેટ ફાઈનાન્સિંગ વગેરે સેક્ટર્સના સેમિનાર યોજાશે એવી માહિતી પણ તેમણે આપી હતી.

વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-૨૦૨૪ના મુંબઈમાં આયોજિત રોડ શોમાં વેપાર-ઉદ્યોગ જગતના અગ્રણીઓ, વિવિધ દેશોના કોન્સ્યુલેટ જનરલ્સ સમક્ષ વાઈબ્રન્ટ સમિટની બે દાયકાની જ્વલંત સફળતાની ગાથા પ્રસ્તુત કરી હતી.

ભૂપેન્દ્ર પટેલે આ રોડ શો પૂર્વે ૧૩ જેટલા અગ્રણી ઉદ્યોગ સંચાલકો સાથે વન ટુ વન બેઠકો યોજીને ગુજરાતની વાયબ્રન્ટ સમિટની ઉત્તરોત્તર સફળતા અને ગુજરાત તેના પરિણામે વિકાસનું રોલ મોડેલ બન્યું છે તે અંગેની વિગતો આપી હતી.

આ પ્રસંગે ગુજરાતના નાણાં અને ઊર્જા પ્રધાન કનુ દેસાઈ, ઉદ્યોગ પ્રધાન બલવંતસિંહ રાજપૂત, તથા જગદીશ વિશ્ર્વકર્મા પણ ઉપસ્થિત રહ્યા હતા.

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ગ્રુપ પ્રેસિડન્ટ ધનરાજ નથવાણી, બૅન્ક ઓફ અમેરિકાના ક્ધટ્રી હેડ કાકુ નખાતે, અરવિંદ લિમિટેડના કુલીન લાલભાઈએ વાયબ્રન્ટ સમિટના અને ગુજરાતમાં ઈન્વેસ્ટર્સ ફ્રેન્ડલી એટમોસ્ફિયરના પોતાના અનુભવો વર્ણવ્યા હતા. સી.આઈ.આઈ.ના પ્રેસિડેન્ટ ડેસીગ્નેટ સંજીવ પુરીએ સૌનું સ્વાગત કર્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button