નેશનલ

આ છે દુનિયાની સૌથી સુંદર શાલ, PM Narendra Modi પણ ખુશીથી કરે છે સ્ટાઈલ…

સરસમજાની ફૂલ-ગુલાબી ઠંડીનું મોજું રાજ્ય સહિત દેશમાં ફરી વળ્યું છે ત્યારે અભેરાઈ પર ચઢાવીને મૂકેલા શાલ, ધાબળા, સ્વેટર સહિતના ગરમ કપડાં બહાર કાઢવામાં આવી રહ્યા છે. પરંતુ આજે આપણે અહીં વાત કરીશું શાલની. મળી રહેલી માહિતી પ્રમાણે ભારત અને યુરોપમાં સૌથી સુંદર શાલ તૈયાર કરવામાં આવે છે. આમ તો દુનિયાભરમાં અલગ અલગ પ્રકારની ડિઝાઈનવાળી શાલ મળે છે, પરંતુ શું તમને ખબર છે દુનિયાની સૌથી સારી ક્વોલિટી સાલ કઈ છે અને એની કિંમત કેટલી હોય છે?

ચાલો તમને જણાવીએ-
શિયાળો શરૂ થતાં જ અલગ અલગ પ્રકારની શાલનો ટ્રેન્ડ શરૂ થાય છે પરંતુ વાત કરીએ દુનિયાની સૌથી બેસ્ટ ક્વોલિટીની શાલની તો આ યાદીમાં સૌથી પહેલાં આવે કાશ્મીરની વર્લ્ડ ફેમસ પશ્મીના શાલ. પશ્મિના શાલમાં પણ અલગ અલગ પ્રકારની ડિઝાઈન અને ગૂંથણ કરવામાં આવે છે. અનેક વખત વડા પ્રધાન નરેન્દ્ર મોદી પણ આ પશ્મીના શાલને ફ્લોન્ટ કરતાં જોવા મળે છે.


Also read: રણબીર કપૂરે કહ્યું: વડા પ્રધાન નરેન્દ્ર મોદી તો…


પશ્મીના શાલની વણાટ ખાસ કાશ્મીર અને લડાખમાં મળનારી ચંગથંગી બકરી અને યાદના ઉનમાંથી કરવામાં આવે છે. આ કેશ્મીર ઉન દુનિયાનું સૌથી મુલાયમ ઉન હોય છે. વાત કરીએ કરીએ પશ્મિના શાલના રંગ અને ડિઝાઈનની તો તે અન્ય શાલ કરતા ખૂબ જ અલગ હોય છે. હાથથી વણાટકામ કરીને બનાવવામાં આવતી આ એક શાલને બનાવવામાં મહિનાઓ લાગી જાય છે અને તેની ખુદ પોતાની એક અલગ ચમક હોય છે, જે તેની સુંદરતામાં વધારો કરે છે. લાસ્ટ બટ મોસ્ટ ઈમ્પોર્ટન્ટ વાત એટલે આ શાલની કિંમત. આ શાલની કિંમત હજારો રૂપિયાથી શરૂ થઈને લાખો રૂપિયા સુધીની હોય છે. પશ્મિના શાલ તમે શિયાળા સિવાય પણ અલગ અલગ રીતે સ્ટાઈલ કરી શકો છો અને મેલ તેમ જ ફિમેલ બંને પર આ શાલ ખુબ જ સુંદર લાગે છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીજી પાસે પણ અલગ અલગ કલર અને ડિઝાઈનની પશ્મિના શાલનું શાનદાર કલેક્શન છે. એક રિપોર્ટમાં કરવામાં આવેલા દાવા અનુસાર આ શાલની કિંમત લાખો રૂપિયા સુધીની છે. દરેક ઈવેન્ટ પર પીએમ મોદીજી ખૂબ જ ગ્રેસફૂલી આ શાલને સ્ટાઈલ કરે છે, તો તમારા પણ કલેક્શનમાં છે કે નહીં આ સુંદર પશ્મિના શાલ?

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button