Aishwarya Rai-Bachchanની મુશ્કેલી અટકવાનું નામ નથી લેતી, નણંદ બાદ ભાભીએ કર્યું કંઈક એવું કે…
બોલીવૂડ એક્ટ્રેસ અને બ્યુટી ઐશ્વર્યા રાય-બચ્ચન (Aishwarya Rai-Bachchan)ની મુશ્કેલીઓ કંઈ અટકવાનું નામ નથી લઈ રહી. અભિષેક બચ્ચન (Abhishek Bachchan) સાથેના ડિવોર્સની અફવાઓ વચ્ચે હવે ભાભી શ્રીમા રાય (Shrima Rai)એ ક્રિપ્ટિક પોસ્ટ કરીને લોકોનું ધ્યાન ખેંચ્યું છે. આવો જોઈએ આખરે ભાભી શ્રીમાએ શું કહ્યું છે પોતાની પોસ્ટમાં-
ઐશ્વર્યા રાય-બચ્ચનની ભાભી શ્રીમા રાય સાથેના સંબંધો પણ ખાસ કંઈ સારા નથી એવા અહેવાલો સામે આવ્યા હતા. એટલું જ નહીં ઐશ્વર્યાની નણંદ શ્વેતા બચ્ચને શ્રીમા રાયને સુંદર બુકે વગેરે ગિફ્ટમાં મોકલી હતી. શ્રીમા રાય સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને હાલમાં જ શ્રીમાએ એક ક્રિપ્ટિક પોસ્ટ શેર કરી છે. જેમાં તેણે સેલ્ફ વેલ્યુ, સેલ્ફ રિસ્પેક્ટ વિશે વાત કરી છે. શ્રીમા રાયે પોતાની પોસ્ટમાં લખ્યું છે કે હું મારી વેલ્યુ અને યોગ્યતાનો આદર કરું છું. હું આ બધી વસ્તુઓને લઈને હું ક્યારેય સમાધાન નહીં કરું. હું પણ મારા લાઈફમાં પ્રેમ અને ઈજ્જતની હકદાર છું.
શ્રીમા રાયે પોતાની પોસ્ટમાં આગળ એવું પણ લખ્યું છે હું હંમેશા આગળ વધવામાં વિશ્વાસ રાખું છું અને હાલમાં જે મારી સાથે થઈ રહ્યું છે એ મને જીવનમાં નેક્સ્ટ લેવલ પર લઈ જઈ રહી છે. હું મારું સન્માન કરીને એ સંબંધોનું એક્સપિરિયન્સ કરી રહી છું, જે રિયલ લાઈફમાં મારા માટે મહત્ત્વની છે. કંઈ પણ અશક્ય નથી.
આ પણ વાંચો : તારી માસુમિયત ઝૂંટવી લેવાશે અહીં… Aishwarya Rai-Bachchan ને આવું કોણે કહ્યું?
અત્રે ઉલ્લેખનીય છે કે એક જૂના ઈન્ટરવ્યુમાં શ્રીમાએ ખુદ ખુલાસો કર્યો હતો કે તે તેની નણંદ ઐશ્વર્યા રાય અને આરાધ્યા વિશે કંઈ પણ લખવાનું ટાળે છે. આ સિવાય તેણે એવું પણ જણાવ્યું હતું કે હું નથી ઈચ્છતી કે લોકો મને ઐશ્વર્યા રાય-બચ્ચનની ભાભી તરીકે ઓળખાવવાનું પસંદ નથી. હું ચાહું છું કે લોકો મને મારી રીતે ઓળખે.
શ્રીમા રાયની આ ક્રિપ્ટિ પોસ્ટ બાદ ફેન્સ એવા ક્યાસ લગાવી રહ્યા છે કે ઐશ્વર્યા રાય-બચ્ચનના સાસરિયાવાળા લોકો સાથે તો સંબંધ સારા નથી જ પરંતુ પિયરમાં ભાઈ-ભાભી સાથે પણ તેની ખાસ કંઈ બનતી હોય એવું લાગી નથી રહ્યું.