પુરુષસ્પેશિયલ ફિચર્સ

મુખ્બિરે ઈસ્લામ: જબાન સંભાલકે: દિલને તંદુરસ્ત રાખવા, જીભને અંકુશમાં રાખો

-અનવર વલિયાણી

સમગ્ર શરીરમાં જો વજનમાં હલકામાં હલકી ચીજ હોય તો તે જીભ છે.

  • છે વજનમાં હલકી પણ તેની હાલાકી અને ચાલાકી ભારે…!
  • જો આ જીભ સીધી ચાલે તો કોઈપણ અટપટી વિધિ પણ સરળ બની જાય.
  • પણ આ જ જીભ વાંકી ચાલે તો સીધો રસ્તો પણ વાંકો થઈ જાય.
  • બધા જ ફીત્તા (ઉપદ્રવ) જીભથી દૂર પણ થઈ શકે અને વધી પણ શકે…
  • નેક (સજજન – પ્રમાણિક) વ્યક્તિ તેની જીભનો ઉપયોગ નેકી (ભલાઈ)ના કાર્યો તરફ દોરી જશે પણ
  • બદ્વ્યક્તિ (ખરાબ માનવી) નેક-સારા કામોને પણ દૂષિત કરી નાખે…

ધર્મસંદેશ:
•⁠ ⁠જેણે જીભ ખરાબ કરી,
•⁠ ⁠ખૂબ જ મોટો જુલમ કરી બતાવ્યો…!
•⁠ ⁠ધ્યાનથી વિચારી જોશો તો સમજાશે કે આપણે આ જીભને જ કેમ આટલું મહત્ત્વ આપીએ છીએ?
કેમ કે,


Also read: મમતા આંધળી બને ત્યારે….વૃદ્ધ માતા-પિતાની મુશ્કેલીઓનું આ પણ છે કારણ


  • આ જીભને કારણ જ દિલ અર્થાત્ હૃદય દૂષિત થાય છે.
  • દિલ જેનું બગડે તેનો આખો દિવસ જ નહીં આખી જિંદગી બગડે તે સનાતન સત્યને સમજી લ્યો…
  • દિલમાં પાપોનો અંધકાર છવાઈ તેનો દોષ ઈન્સાનની જીભેથી સરેલા શબ્દો જ છે…
  • જે લોકો અલ્લાહ પાકનો ઝીક્ર-યાદ, પુકાર વિસરી જાય છે અને દુન્યવી લજજતોમાં સરી જાય છે તેની હાલત ખરેખર દયનીય બની જવાની…
  • તેની આખી જવાની – યુવાની એળે જતી લાગે…
  • તે પોતે તો ગુનેગાર બને પણ સાથોસાથ ઘરના સભ્યોને પણ અને આખા સમાજ સુધ્ધાંમાં તે તેની પ્રતિષ્ઠા ગુમાવી બેસે.

સનાતન સત્ય:

  • જીવન વ્યવહારમાં ઘણા લોકો એવા મળશે જે લોકો બોલવામાં એટલા ઉદ્ધત, અસંસ્કારી દેખાશે કે તેમની સાથે વાત કરતાં પણ શરમ આવે…
  • હવે વિચારો એવી વ્યક્તિ સાથે જ કામનો પનારો પડે તો કેટલી મોટી મુસીબતમાં મુકાઈ જવા પામીએ!?
    •⁠ ⁠અલ્લાહના દરબારમાં આવા ઉદ્ધત વર્તન – સ્વભાવવાળી વ્યક્તિ સજાને પાત્ર બને છે તે સનાતન સત્ય છે.

બોધ:
મીઠી જીભથી તો અઘરામાં અઘરા કામો પણ આસાન – સરળ બની જાય…પણ ‘મતલબ નીકલ ગયા તો જૈસે જાનતે હી નહીં… યું જા રહે હૈ જૈસે પહચાનતે હી નહીં…’ની જેમ સફળતા મળે તો આપણે બીજી જ ક્ષણે તેને ભૂલી જઈ લુલી – લચીલી જીભને છૂટો દૌર આપી દઈએ છીએ. આ મોટો અપરાધ ગણાય…
•⁠ ⁠આજે સમાજમાં, દેશ -દુનિયામાં જે

  • હુંસાતુંસી,
  • કુસંપ,
  • અત્યાચાર
  • બેશરમી અરે,
  • યુદ્ધ સુધીનો જે માહોલ – વાતાવરણ હોવાનું કારણ એ માત્ર મનુષ્યની નાજુક – લચીલી – સુંવાળી જીભને જ ‘આભારી’ છે.
    •⁠ ⁠કહેવત છે કે તલવારના ઘા સમય જતાં રૂઝાય જાય છે, પણ શબ્દોનાં ઘા આજીવન રૂઝાતા હોતા નથી.
  • પોતાના અવિચારી, મલીન શબ્દોને કારણે બીજા લોકો પર શી અસર થશે તે કોઈ વિચારતું નથી.
    •⁠ ⁠આજે જ્યારે સમગ્ર સમાજ બેરોજગારી, મોંઘવારીમાં ભીંસાતો હોય તેવા સમયે એકબીજાને પરસ્પર સહાયરૂપ બની કલ્યાણકારી બનવાને બદલે ક્ષુલ્લક બાબતો ઊભી કરી બળતામાં ઘી હોમવાનું કામ અનિષ્ટ તત્ત્વો કરે ત્યારે ખરેખર માથું ઝુકી જાય છે…!

હકીકત:
•⁠ ⁠લોકો સદ્વર્તન શબ્દો દ્વારા પણ દાખવે તોય ઘણી સમસ્યાઓના ઘા પર રૂઝ આવી શકે.
•⁠ ⁠પણ આ રૂઝ આવે તેવી સૂઝ પણ હોવી જોઈએને…?
•⁠ ⁠વર્તમાન સમય કયામત – પ્રલય (મુસ્લિમ અને ખ્રિસ્તી ધર્મ અનુસાર આખરી નિર્ણય – ન્યાયનો દિવસ)નો ચાલી રહ્યો છે. છેલ્લા એકસો વર્ષમાં જે કુદરતી આફતો અને બીમારીઓ ફાટી નીકળવી સામાન્ય બનતી જઈ રહી છે ત્યારે જ્ઞાની-અજ્ઞાની, નાના-મોટા ઈન્સાન માત્રની અલ્લાહ – ઈશ્ર્વર – ગૉડ પાસે સતત આ દુઆ, પ્રાર્થના, પ્રેયર હોવી જોઈએ કે,
યા ઈલાહી ખોલ દે મેરે લીયે,
ઈલ્મે હકીકત કે દર,
દિલે દાના, દિલેબીના;
દિલે શલ્વા દેદે…
દર્દે દિલ સીને મેં
રહે રહે કર ઠહર જાતા હૈ,
જો ન ઠહરે મુજે
વો દર્દ ખુદાયા દે.

આજની વાત:

  • અલ્લાહપાકને પ્રસન્ન કરવા માટે અલ્લાહના ઝીક્રને
    એટલે કે તેની યાદ – પુકારને બુલંદ – ઊંચી
    કરવામાં આવે તો લોકો વચ્ચે ઊભા થતા વિખવાદો દૂર થઈ જાય…
  • દિલને તંદુરસ્ત રાખવા માટે જીભને દુરસ્ત એટલે કે ઠીક, યોગ્ય અને ઉચિત રાખવી અત્યંત જરૂરી છે.
  • મહાન સુફી-સંત હઝરત (માનવંત) મૌલાના રુમસાહેબ ફરમાવે છે કે,
  • તારી પાસે સોનું નથી તો શું થઈ ગયું,
  • તારી પાસે એક મીઠી જીભ પણ નથી…!
    •⁠ ⁠એ માની લઈએ કે તમે આખો દિવસ ખૂબ જ વ્યસ્ત રહો છો પણ જીભ તો તમારી સ્વતંત્ર હોય છે તે વડે અલ્લાહનો ઝીક્ર કેમ કરી ન શકાય…?
  • આ માટે ઈલ્મ (વિદ્યા, જ્ઞાન, આવડત) પ્રાપ્ત કરવાનો શોખ પણ ઘણા સુંદર પરિણામો લાવી શકે.
    •⁠ ⁠અલતાફ પટેલ


    સાપ્તાહિક સંદેશ:
    •⁠ ⁠હે ઈન્સાન જાણી લે કે જે શખસ પોતાના માબાપની સાથે પ્રેમભાવ અને દયા-રહમ- પ્રેમભાવથી વર્તે, તેમની સાથે મીઠી મીઠી વાતો કરે, તેમને ખવરાવે સેવાચાકરી કરે તે એટલે સુધી કે તેમને જે વસ્તુની જરૂર હોય તે તેમના માગવા પહેલા આપે તો તેવા સંતાનની દુનિયા અને આખેરત એટલે કે મૃત્યુલોકનું અમર – જીવન બંને સુધરી જાય.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button