નેશનલ

વર્લ્ડ કપમાં ભારતની સતત બીજી જીત

અફઘાનિસ્તાનને આઠ વિકેટથી હરાવ્યું

નવી દિલ્હી: જસપ્રીત બુમરાહની ચાર વિકેટ બાદ રોહિત શર્મા (૧૩૧ રન)ની તોફાની બેટિંગની મદદથી ટીમ ઈન્ડિયાએ દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં અફઘાનિસ્તાનને આઠ વિકેટથી હાર આપી હતી. અફઘાનિસ્તાને પ્રથમ બેટિંગ કરતા ૮ વિકેટે ૨૭૨ રન કર્યા હતા. જવાબમાં ટીમ ઈન્ડિયાએ માત્ર ૩૫ ઓવરમાં બે વિકેટ ગુમાવીને ૨૭૩ રન કરી ખૂબ જ સરળતાથી લક્ષ્ય હાંસલ કરી લીધો હતો. રોહિત શર્માએ રેકોર્ડ સદી ફટકારીને ભારતને ૨૦૨૩ વર્લ્ડ કપમાં બીજી જીત અપાવી હતી. કેપ્ટન રોહિત શર્માએ ૧૩૧ રન કર્યા હતા, જ્યારે
વિરાટ કોહલી ૫૫ રન કરી અણનમ રહ્યો હતો. રોહિત શર્માને મેન ઓફ ધ મેચ જાહેર કરાયો હતો.

અગાઉ અફઘાનિસ્તાને ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ બેટિંગ કરતા અફઘાનિસ્તાને ૫૦ ઓવરમાં આઠ વિકેટ ગુમાવીને ૨૭૨ રન કર્યા હતા. આ અફઘાનિસ્તાનનો ભારત સામે વન-ડેમાં સૌથી મોટો સ્કોર છે. કેપ્ટન હશમતુલ્લાહ શાહિદીએ સૌથી વધુ ૮૦ રનનું યોગદાન આપ્યું હતું. જ્યારે અઝમતુલ્લા ઉમરઝઈએ ૬૨ રન કર્યા હતા.

અફઘાનિસ્તાનની શરૂઆત સારી રહી નહોતી. ટીમે સાતમી ઓવરમાં ૩૨ રન પર ઈબ્રાહિમ ઝારદાન (૨૧)ના રૂપમાં પ્રથમ વિકેટ ગુમાવી હતી. ત્યારબાદ ૧૩મી ઓવરમાં ટીમે રહેમાનુલ્લાહ ગુરબાઝના રૂપમાં બીજી વિકેટ ગુમાવી હતી. ગુરબાઝ ૨૧ રન કરી હાર્દિક પંડ્યાનો શિકાર બન્યો હતો. રહમત શાહ ૧૬ રન કરી આઉટ થયો હતો.

હશમતુલ્લાહ શાહિદી અને અઝમતુલ્લા ઉમરઝઈએ ચોથી વિકેટ માટે ૧૨૧ (૧૨૮) રનની ભાગીદારી કરી હતી. હશમતુલ્લાહ શાહિદી ૮૦ રન કરી આઉટ થયો હતો. જ્યારે અઝમતુલ્લા ઉમરઝઈ પણ ૬૨ રન બનાવી પંડ્યાનો શિકાર બન્યો હતો. જોકે અંતમાં અફઘાનિસ્તાનનો એક પણ બેટ્સમેન વધુ રન કરી શક્યો નહોતો. મોહમ્મદ નબી ૧૯, રાશિદ ખાન ૧૬, મુજીબ ઉર રહેમાન ૧૦ અને નવીન ઉલ હકે ૯ રન કર્યા હતા.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત