ઈલોન મસ્કે રચ્યો ઈતિહાસ, નેટવર્થ 400 બિલિયન ડોલરને પાર
નવી દિલ્હીઃ વિશ્વના સૌથી અમીર વ્યક્તિ એલોન મસ્કની નેટવર્થ 400 બિલિયન ડોલર (રૂ. 33938 કરોડ)ને વટાવી ગઈ છે. બ્લૂમબર્ગ ઈન્ડેક્સના રિપોર્ટ અનુસાર, એલોન મસ્ક વિશ્વના એવા પ્રથમ વ્યક્તિ બન્યા છે જેમની નેટવર્થ 400 બિલિયન ડોલરને વટાવી ગઈ છે. એલોન મસ્કની સંપત્તિમાં આ ઉછાળો તેમની એરોસ્પેસ કંપની સ્પેસએક્સના શેરના આંતરિક વેચાણ અને યુએસ પ્રમુખપદની ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પની જીત બાદ આવ્યો છે. અમેરિકાની ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પની જીત બાદ શેરની કિંમતમાં 47 ટકાનો વધારો થયો છે. જેની સીધી અસર મસ્કની સંપત્તિ પર પડી રહી છે. હાલમાં ઈલોન મસ્ક 447 બિલિયન ડોલરની કુલ સંપત્તિના માલિક છે. એલોન મસ્કની નેટવર્થ દુનિયાના બીજા સૌથી અમીર વ્યક્તિ જેફ બેઝોસ કરતા 140 બિલિયન ડોલર વધુ છે.
આ વર્ષે એલોન મસ્કની નેટવર્થમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો છે. વર્ષ 2014માં એલોન મસ્કની સંપત્તિમાં કુલ 218 અબજ ડોલરનો વધારો થયો છે. ડોનાલ્ડ ટ્રમ્પની જીત બાદ, મસ્કની સંપત્તિમાં કુલ 175 બિલિયન ડોલરનો વધારો થયો છે. 5 નવેમ્બરે મસ્કની સંપત્તિ 264 બિલિયન ડોલર હતી, જે હવે વધીને 447 બિલિયન ડોલર થઈ ગઈ છે.
Also read: જેફ બેઝોસ કે ઈલોન મસ્ક નહીં, હવે આ વ્યક્તિ બની ગયા દુનિયાનો સૌથી ધનિક વ્યક્તિ
ડોનાલ્ડ ટ્રમ્પના અમેરિકાના રાષ્ટ્રપતિ પદે પાછા ફરવાના કારણે એલોન મસ્કને પણ ફાયદો થયો છે. તેમણે આ રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પને ખુલ્લેઆમ સમર્થન આપ્યું હતું. તેમણે ઘણી જગ્યાએ જાહેર રેલીઓ પણ યોજી હતી. ડોનાલ્ડ ટ્રમ્પની જીત બાદ ટેસ્લાના શેરમાં 65 ટકાનો વધારો થયો છે. કંપનીના શેર 415 ડોલરના સર્વકાલીન ઉચ્ચ સ્તરે પહોંચી ગયા છે. રોકાણકારોને આશા છે કે ટ્રમ્પ સરકાર સેલ્ફ-ડ્રાઈવિંગ કાર બનાવતી કંપનીઓ પરથી ટેક્સ હટાવી દેશે. જેનો ટેસ્લાને ફાયદો થશે. 5 નવેમ્બરથી અત્યાર સુધીમાં એલોન મસ્કની નેટવર્થ 136 બિલિયન ડોલર વધી છે. ટ્રમ્પની નવી સરકારમાં ટ્રમ્પને ખૂબ જ મહત્વપૂર્ણ સ્થાન આપવામાં આવ્યું છે.