મુંબઈ એરપોર્ટ વિસ્તારમાંથી સાડા બાર કિલો સોનું ઝડપાયું, દાણચોરી કરતી સિન્ડિકેટનો પર્દાફાશ
મુંબઇઃ ડીઆરઆઈ (ડિરેક્ટોરેટ ઑફ રેવેન્યુ ઇન્ટેલિજન્સ)એ મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર સોનાની દાણચોરી કરતી એક મોટી સિન્ડિકેટનો પર્દાફાશ કર્યો છે. 12.5 કિલો સોનું (કિંમત: રૂ. 9.95 કરોડ) જપ્ત કરવામાં આવ્યું હતું અને એરપોર્ટના 3 કર્મચારીઓ તેમ જ મુંબઈ એરપોર્ટ પર ફૂડ સ્ટોલના ત્રણ કર્મચારીઓની ધરપકડ કરવામાં આવી હતી. છેલ્લા બે દિવસમાં ડીઆરઆઈએ 36 કિલો સોનું જપ્ત કરીને દાણચોરો સામે કડક કાર્યવાહી કરી છે.
DRIને બાતમી મળી હતી કે એરપોર્ટની ફૂડ કોર્ટમાં કામ કરતા કેટલાક કર્મચારીઓ વિદેશથી મુંબઈ આવતા મુસાફરો પાસેથી સોનું મેળવીને એરપોર્ટની બહાર દાણચોરી કરી રહ્યા છે. ફૂડ સ્ટોલના કર્મચારીઓ એ પેકેટો એરપોર્ટની બહાર લઈ જતા અને અન્ય લોકોને આપી દેતા હતા. આ માહિતીના આધારે ડીઆરઆઈ અધિકારીઓએ સર્વેલન્સ શરૂ કર્યું હતું અને દાણચોરીના બે કેસમાં સોનું બહાર કાઢવાનો પ્રયાસ કરતા સમયે તેમને પકડી પાડ્યા હતા. બુધવારે જ્યારે કર્મચારી આવા આઠ પેકેટ લઈને એરપોર્ટની બહાર નીકળ્યા ત્યારે અધિકારીઓએ તેમનો પીછો કર્યો હતો. ત્યારબાદ આ ત્રણ કર્મચારીઓએ એરપોર્ટની બહાર અન્ય ત્રણ લોકોને આ પેકેટ આપ્યા હતા. તે જ સમયે, અધિકારીઓએ આ છ લોકોને રોક્યા અને તેમની પૂછપરછ કરી હતી. દરમિયાન તેમની પાસેની આઠ થેલીમાંથી સાડા બાર કિલો સોનાની પેસ્ટ મળી આવી હતી. છેલ્લા બે દિવસમાં ડીઆરઆઈએ કુલ 36 કિલો સોનાની દાણચોરીનો પર્દાફાશ કર્યો છે.
Also read: નવી મુંબઈ એરપોર્ટ પર પહેલું વિમાન એરફોર્સનું ઉતરશે
આ કાર્યવાહીથી સોનાની દાણચોરીમાં સંડોવાયેલાી સિંડિકેટને મોટો ફટકો પડ્યો છે. નોંધનીય છે કે દાણચોરો સોનાની દાણચોરી માટે વ્યવસાયિક અને વ્યક્તિગત પદ્ધતિઓ અપનાવે છે. કોમર્શિયલ દાણચોરીને પકડવી સરળ નથી. આ દાણચોરી મોટી ગેંગ દ્વારા કરવામાં આવે છે. જે એરપોર્ટ અથવા દરિયા દ્વારા થાય છે. એકવાર કોઈ વ્યક્તિ કસ્ટમ દ્વારા સરકી જાય તો તેને પકડવો સરળ નથી. વ્યક્તિગત દાણચોરીમાં માત્ર 1-2 લોકો સામેલ હોય છે. ભારતમાં દાણચોરીનું 75 ટકા સોનું યુએઈથી આવે છે. દેશની પૂર્વ સરહદે પણ અનેક દાણચોરીની ગેંગ સક્રિય છે, જેમાંથી મોટા ભાગના લોકો સુદાનના છે.